રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૭.૦૨.૨૦૨૬ ના રોજ…
ભારતીય શેરબજાર આજે ફરી એકવાર નવી ઊંચાઈઓ તરફ આગળ વધ્યું છે. વૈશ્વિક સંકેતો મજબૂત રહેતા અને સ્થાનિક સ્તરે સતત આવતી ખરીદીના પ્રવાહને કારણે બજારમાં તેજીનું વાતાવરણ સ્પષ્ટ જોવા મળ્યું છે. રિટેલ અને સંસ્થાકીય બંને પ્રકારના રોકાણકારોમાં વિશ્વાસ વધતા ઇન્ડેક્સોએ દિવસ દરમિયાન સારો ઉછાળો નોંધાવ્યો છે. બજારમાં વોલેટિલિટી હોવા છતાં દરેક ડીપ પર ખરીદી જોવા મળવી એ આંતરિક મજબૂતીનો સંકેત આપે છે.
મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં પણ ઉછાળો જોવા મળ્યો. એડવાન્સ-ડિકલાઇન રેશિયો ૨.૨:૧ રહ્યો, એટલે વધતા શેરોની સંખ્યા સ્પષ્ટપણે વધુ રહી. સેક્ટરલ દૃષ્ટિએ બેન્કિંગ, રિયલ એસ્ટેટ અને કેપિટલ ગુડ્સ સેક્ટરે લીડરશિપ લીધી. ખાસ કરીને એચડીએફસી બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક અને સ્ટેટ બેન્ક જેવા બેન્કિંગ શેરોમાં મજબૂત લેવાલી જોવા મળી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિફેન્સ થીમ પર આધારિત શેરોમાં પણ ખરીદીનો માહોલ રહ્યો. બીજી તરફ IT સેક્ટરમાં હળવી પ્રોફિટ બુકિંગ છતાં મોટો દબાણ જોવા મળ્યો નથી.
બીએસઇ સેન્સેક્સ :- સેન્સેક્સ ૮૩૧૯૭ પર નરમાઈ સાથે ખુલ્યો અને ૮૨૯૮૭ સુધી લપસ્યો, પરંતુ નીચલા સ્તરે મજબૂત લેવાલીથી રિકવરી નોંધાઈ. દિવસ દરમિયાન ૬૧૧ પોઈન્ટની મૂવમેન્ટ સાથે અંતે ૧૭૩ પોઈન્ટના ઉછાળા સાથે ૮૩૪૫૦ આસપાસ મજબૂતીથી બંધ રહ્યો.
નિફ્ટી ફ્યુચર :- નિફ્ટી ફ્યુચર ૨૫૬૪૩ પર ખુલ્યા બાદ ૨૫૫૮૨ સુધી દબાણમાં આવ્યો, પરંતુ પછી તબક્કાવાર ખરીદીથી સુધારો નોંધાયો. આશરે ૧૯૫ પોઈન્ટની રેન્જમાં ટ્રેડ થઈ ૨૨ પોઈન્ટના નફા સાથે ૨૫૭૩૯ નજીક બંધ રહ્યો.
વૈશ્વિક સ્તરે અસર કરતા પરિબળો :
- અમેરિકન બજારોમાં તેજી :- યુએસ ફેડરલ રીઝર્વ તરફથી વ્યાજ દરોમાં સ્થિરતા રાખવાના સંકેત મળતા અમેરિકન ઇન્ડેક્સમાં ઉછાળો આવ્યો, જેના હકારાત્મક પ્રભાવ ભારતીય બજારે પણ ઝીલ્યો.
- ડોલર ઇન્ડેક્સમાં નબળાઈ :- ડોલર નબળો પડતા ઉદયમાન બજારોમાં મૂડીપ્રવાહ વધ્યો છે, જેમાં ભારત મુખ્ય લાભાર્થી રહ્યું છે.
- ક્રુડ ઓઈલ સ્થિરતા :- બ્રેન્ટ ક્રુડ $૭૨ની આસપાસ સ્થિર રહેતા ભારત માટે આયાત ખર્ચ નિયંત્રિત રહ્યો છે.
સ્થાનિક સ્તરે મજબૂત પરિબળો :
- બેન્કિંગ સેક્ટરમાં તેજી :- ખાનગી બેન્કોમાં સારો વોલ્યુમ અને FII ખરીદીના કારણે સેક્ટરમાં મજબૂત મૂવમેન્ટ જોવા મળી.
- ઓટો અને કેપિટલ ગુડ્સમાં માંગ :- તહેવારો પૂર્વે માંગ વધવાના અંદાજથી ઓટો શેરોમાં તેજી.
- SIP પ્રવાહ મજબૂત :- દર મહિને આવતું SIP રોકાણ ₹૨૬,૦૦૦ કરોડને પાર કરતું જોવા મળી રહ્યું છે, જે બજારને ડાઉનસાઈડમાં સપોર્ટ આપે છે.
કોમોડિટી અને કરન્સી અપડેટ :
- ગોલ્ડ : સોનાનો ભાવ રૂ.૧,૫૨,૭૦૦/૧૦ ગ્રામની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે, સલામત રોકાણ તરીકે માંગ યથાવત્.
- સિલ્વર : ચાંદી રૂ.૨,૩૧,૮૦૦/કિલો આસપાસ મજબૂત.
- રૂપિયો : ભારતીય રૂપિયો ડોલર સામે ૯૦.૪૦ પર સ્થિર, RBIની અસરકારક નીતિને કારણે વોલેટિલિટી નિયંત્રિત.
તેજી તરફી કારણો :
- કેપેક્સ સાયકલ મજબૂત : સરકારી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચ અને પ્રાઈવેટ કેપેક્સમાં વધારો થવાથી સિમેન્ટ, કેપિટલ ગુડ્સ અને બેન્કિંગ સેક્ટરને સપોર્ટ મળી રહ્યો છે.
- બેન્કિંગ સેક્ટર સ્થિરતા : એનપીએ સ્તર કાબૂમાં અને ક્રેડિટ ગ્રોથ મજબૂત રહેતાં નાણાકીય સેક્ટર માર્કેટને આધાર આપી રહ્યો છે.
- મેન્યુફેક્ચરિંગ બૂસ્ટ : “મેક ઇન ઈન્ડિયા” અને PLI સ્કીમના કારણે ઉત્પાદન ક્ષેત્રમાં વૃદ્ધિ અને લાંબા ગાળાની રોકાણ તકો ઊભી થઈ રહી છે.
- ડિજિટલ અને રિટેલ ભાગીદારી : રિટેલ ઇન્વેસ્ટર્સ અને ડિજિટલ ટ્રેડિંગ એકાઉન્ટમાં વધારો બજારમાં સ્થિર માંગ ઊભી કરી રહ્યો છે.
- કોર્પોરેટ અર્નિંગ્સ સુધારો : ઘણા સેક્ટરોમાં અપેક્ષા કરતાં સારા પરિણામોથી માર્કેટ સેન્ટિમેન્ટ પોઝિટિવ છે.
મંદી તરફી કારણો :
- ગ્લોબલ ગ્રોથ સ્લોડાઉન : અમેરિકા અને યુરોપમાં આર્થિક મંદીનો ભય એક્સપોર્ટ ઓરિયેન્ટેડ સેક્ટરો માટે જોખમ ઊભું કરે છે.
- ક્રૂડમાં અચાનક તેજી : જો ક્રૂડ ઓઈલમાં તીવ્ર વધારો થાય તો મોંઘવારી અને કરંટ અકાઉન્ટ પર દબાણ આવી શકે.
- FII ફ્લો અનિશ્ચિતતા : ડોલર મજબૂત રહેતા અને બોન્ડ યીલ્ડ વધતા વિદેશી રોકાણકારો ભારતીય બજારમાંથી નાણા ખેંચી શકે છે.
- ઉંચા વેલ્યુએશન : ઘણા સેક્ટરોમાં શેરોના વેલ્યુએશન ઐતિહાસિક સરેરાશ કરતાં વધુ હોવાથી પ્રોફિટ બુકિંગ આવી શકે.
- ચૂંટણી અને નીતિ અનિશ્ચિતતા : કોઈપણ નીતિ પરિવર્તન અથવા રાજકીય અસ્થિરતા ટૂંકા ગાળામાં વોલેટિલિટી વધારી શકે.
બજારની ભાવિ દિશા :-
ટૂંકા ગાળે બજારમાં વોલેટિલિટી યથાવત રહેવાની પૂરી સંભાવના છે. વૈશ્વિક સ્તરે બોન્ડ યીલ્ડમાં વધઘટ, ડોલર ઇન્ડેક્સની ચાલ અને ક્રૂડ ઓઈલના ભાવમાં થતી હલચલ ભારતીય બજારની દિશા પર સીધી અસર કરશે. ખાસ કરીને યુએસના મોંઘવારી આંકડા, રોજગારીના ડેટા અને સેન્ટ્રલ બેન્કોની ટિપ્પણીઓ ટ્રેડર્સ માટે મહત્વપૂર્ણ ટ્રિગર સાબિત થઈ શકે છે.
લેવલ-ટુ-લેવલ ટ્રેડિંગ, યોગ્ય પોઝિશન સાઇઝિંગ, ટ્રેઇલિંગ સ્ટોપલોસ અને રિસ્ક-રીવોર્ડ રેશિયોનું પાલન અતિ આવશ્યક છે. લાંબા ગાળે ભારતની મજબૂત આર્થિક વૃદ્ધિ, વધતી ડોમેસ્ટિક લિક્વિડિટી, કેપેક્સ સાયકલમાં સુધારો અને નીતિગત સ્થિરતા બજાર માટે સકારાત્મક પરિબળ છે. છતાં ટૂંકા ગાળે સાવચેતી, ધીરજ અને સંયમિત રણનીતિ જ સફળતાની ચાવી સાબિત થશે.
તા.૧૮.૦૨.૨૦૨૬ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૧૭.૦૨.૨૦૨૬ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૫૭૩૯ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૫૬૦૬ પોઈન્ટના પ્રથમ અને ૨૫૪૭૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૫૭૭૦ પોઈન્ટ થી ૨૫૮૦૮ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૫૪૭૪ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!
હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ
- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૪૨૪ ) :- રીફાઇનરી એન્ડ માર્કેટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૦૪ નો પ્રથમ તેમજ રૂ.૧૩૯૭ ના બીજા સ્ટ્રોંગ સપોર્ટથી ટૂંકા સમયગાળે રૂ.૧૪૩૩ થી રૂ.૧૪૪૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૪૪૭ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- જેએસડબલ્યુ સ્ટીલ ( ૧૨૪૩ ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૨૨૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૨૧૬ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૨૫૭ થી રૂ.૧૨૬૫ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૨૧૬ ) :- રૂ.૧૨૦૩ નો પ્રથમ તેમજ રૂ.૧૧૯૩ ના બીજા સપોર્ટથી પર્સનલ કેર સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૨૩૦ થી રૂ.૧૨૪૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
- અદાણી એનર્જી ( ૧૦૩૧ ) :- પાવર ડિસ્ટ્રીબ્યુશન સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૪૪ થી રૂ.૧૦૫૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૦૦૯ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
- ઝાયડસ લાઈફસાયન્સીસ ( ૯૦૭ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફાર્મા સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૮૮૭ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૯૧૬ થી રૂ.૯૨૩ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- ટેક મહિન્દ્રા ( ૧૫૧૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કમ્પ્યુટર-સોફ્ટવેર એન્ડ કન્સલ્ટીંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૩૭ આસપાસ સપોર્ટથી રૂ.૧૪૯૭ થી રૂ.૧૪૯૦ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૫૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
- આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૪૦૪ ) :- રૂ.૧૪૧૮ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૪૨૪ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૩૯૭ થી રૂ.૧૩૯૦ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૩૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- હેવેલ્સ ઇન્ડિયા ( ૧૪૩૫ ) :- કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનીક્સ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૪૬૦ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૪૧૭ થી રૂ.૧૪૦૯ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- સિપ્લા લિ. ( ૧૩૪૩ ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૩૭૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૩૩૦ થી રૂ.૧૩૧૭ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૮૦ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
- ઓરબિંદો ફાર્મા ( ૧૧૭૫ ) :- રૂ.૧૧૯૩ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૨૦૮ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૧૬૦ થી રૂ.૧૧૪૭ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૨૧૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591 | Disclaimer – https://www.capsavaj.com/policies
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in
