New Delhi, તા. 18
દિપાવલી પૂર્વે સરકારે જીએસટીમાં જે રાહત આપીને લોકો માટે ધુમધડાકા સાથે તહેવારો ઉજવવાની અને બજારોને નવી રોનક આપી હતી તેમાં હવે હનીમુનનો અંત આવી ગયો હોય તેવા સંકેત છે અને આંતરરાષ્ટ્રીય બજારોમાં રૂપિયો સતત ઘસાતા તથા કંપનીઓના ઉત્પાદન ખર્ચ વધતા વધુ એક વખત હવે દેશમાં ડિર્ટજન્ટથી હેર ઓઇલ તથા ચોકલેટથી લઇ નુડલ્સ સહિતમાં ભાવ વધારો શરૂ થઇ ગયો છે.
મોટા ભાગના કન્ઝયુમર કંપનીઓએ તેમના ઉત્પાદનમાં પાંચ ટકાનો જે ભાવ વધારો કર્યો છે તેના કારણે જીએસટીમાં અપાયેલી રાહત હવે અસરકર્તા રહી નથી તેવા સંકેત છે. ડાબર ઇન્ડિયાના ચીફ એકઝીકયુટીવના જણાવ્યા મુજબ વાટીકા હેર ઓઇલ અને રીયલ જયુસના ભાવમાં લગભગ ર ટકાનો ભાવ કર્યો છે.
વર્ષના અંતમાં પાંચ ટકા સુધી પહોંચી જશે તેવા સંકેત છે. ખાસ કરીને રૂપિયો જે રીતે 90ની સપાટીથી ઉપર જ રહ્યો છે અને તેના કારણે આયાતો મોંઘી બની છે. તેની સીધી અસર ભાવ વધારા ઉપર થઇ છે. ખાદ્ય તેલના ભાવમાં પણ થઇ રહેલો વધારો કંપનીઓ માટે હવે ગ્રાહકો પર પાસવન કરવો જરૂરી બની ગયો છે.
ખાસ કરીને ઓટ્સથી લઇ બદામના ભાવમાં થઇ રહેલા વધારાએ બિસ્કીટ કંપનીને ફરી એક વખત ભાવ વધારવા માટે ફરજ પાડી છે. સાબુ, શેમ્પુ અને પર્સનલ કેર આ તમામ આયાતી વનસ્પતિ તેલ પર મોટા આધારીત છે અને તેના ભાવ વધારાએ કંપનીઓને પ્રોડકટના ભાવ વધાર્યા છે. કંપનીઓનું કહેવું છે કે આગામી સમયમાં તેમના માર્જીન પર મોટુ દબાણ આવી રહ્યું છે અને તેથી તેઓ માટે આ પગલુ ફરજીયાત બન્યું છે.

