Mumbai તા.21
બોલિવુડ એકટર રણવીરસિંહને મળેલી ધમકી મામલે મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચ ઝડપથી તપાસ કરી રહી છે. આ મામલે પોલીસે મોટા એકશન લઈને લોરેન્સ બિશ્નોઈ ગેંગના એક મુખ્ય કથિત સભ્ય હરિચંદ્ર ઉર્ફે હેરિ બોકસર સામે લુક આઉટ સકર્યુલર (એલઓસી) ઈશ્યુ કયું છે.
પોલીસ અધિકારીઓએ આ બાબતની પુષ્ટિ કરી છે કે આ કાર્યવાહી અભિનેતાના મેનેજરને મળેલા ધમકીભર્યા વોઈસ નોટ અને ખંડણીની માંગતા સંબંધમાં પ્રારંભિક તપાસ બાદ કરાઈ છે. પોલીસે રણવીરસિંહના મેનેજરને મળેલી ધમકીભર્યા વોઈસ નોટને વેરિફિકેશન માટે પંજાબ અને હરિયાણા મોકલ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે વોઈસ નોટ મોકલનારે ખુદને હેરિ બોકસર તરીકે ઓળખાવ્યો હતો અને 20 કરોડ રૂપિયાની ખંડણીની માંગ કરી હતી.
પોલીસની ક્રાઈમ બ્રાંચે જણાવ્યું હતું કે આ વોઈસ નોટ એક અમેરિકી ફોન નંબરથી મોકલવામાં આવી હતી. જેમાં જાનથી મારી નાખવાની ધમકી આપી 20 કરોડની ખંડણીની માંગ કરાઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે આ પહેલા પણ અભિનેતાને લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલા સભ્યોએ જાનથી મારી નાખવાની ધમકી આપીને અને 10 કરોડ રૂપિયાની ખંડણી મગાઈ હતી. પંજાબ અને હરિયાણા પોલીસ જયારે વોઈસ નોટ સાંભળી ક્ધફર્મ કયું કે અવાજ હેરિ બોકસરનો છે તો મામલો નોંધ્યો હતો.

