આ સ્પાય-કોમેડી ફિલ્મમાં આયુષ્માન ખુરાના અને સારા અલી ખાન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે
Mumbai,તા.18
ધર્મા પ્રોડક્શન અને સીખ્યા એન્ટરટેઇનમેન્ટે તેમનાં કોલબરેશનની ચોથી ફિલ્મ ‘ઉડતા તીર’ની જાહેરાત કરી છે. આ સ્પાય-કોમેડી ફિલ્મમાં આયુષ્માન ખુરાના અને સારા અલી ખાન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ ૧૧ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ થિયેટરમાં રિલીઝ થવાની છે.આ પ્રોજેક્ટ બંને બેનર્સ વચ્ચેનું વધુ એક જોડાણ છે, જેમણે અગાઉ ‘કિલ’, ‘ગ્યારહ ગ્યારહ’ અને ‘ધ લંચબોક્સ’ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. ‘ઉડતા તીર’ સાથે તેઓ સ્પાય-કોમેડી જૉનરમાં પ્રવેશ કરી રહ્યા છે, જેમાં એક્શન, હાસ્ય અને મનોરંજનનું મિશ્રણ જોવા મળશે.ફિલ્મનું દિગ્દર્શન આકાશ એ. કૌશિક કરશે, જે અત્યાર સુધી બોલિવૂડમાં લેખન માટે જાણીતા રહ્યા છે અને હવે આ ફિલ્મ સાથે પ્રથમવાર ડિરેક્શનમાં ડેબ્યુ કરી રહ્યા છે.‘ઉડતા તીર’ને કરણ જોહર, અદાર પૂનાવાલા, અપૂર્વ મહેતા, ગુનીત મોંગા કપૂર અને અચિન જૈન જેવી મજબૂત પ્રોડ્યુસર ટીમ દ્વારા પ્રોડ્યૂસ કરવામાં આવી રહી છે. લોકપ્રિય સ્ટારકાસ્ટ અને અનુભવી ટીમને કારણે ફિલ્મ રિલીઝ પહેલાં જ ચર્ચામાં રહેવાની શક્યતા છે.ફિલ્મની વાર્તા અને સપોર્ટિંગ કાસ્ટ વિશેની વધુ વિગતો હજુ જાહેર કરવામાં આવી નથી. આ દરમિયાન, આયુષ્માન ખુરાના અને સારા અલી ખાન બીજી એક કોમેડી ફિલ્મ ‘પતિ પત્ની ઔર વો દો’માં પણ સાથે જોવા મળશે.

