Morbi,તા.27
વાંકાનેરના ભરવાડપરા વિસ્તારના રહેવાસી પરિણીતાએ એસીડ પી આપઘાત કરી લીધો હતો જે બનાવ અંગે પોલીસે મરવા મજબુર કરનાર સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
વાંકાનેરના જડેશ્વર કોઠારિયા ગામના રહેવાસી મુનાભાઈ રાણાભાઇ સાટકા (ઉ.વ.૩૦) આરોપીઓ અવધ ભૂપત સરૈયા, ભૂપત ગાંડુભાઈ સરૈયા અને હર્ષાબેન ભુપતભાઈ સરૈયા રહે વાંકાનેર ભરવાડપરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે નાની બહેન રૂપલના લગ્ન અવધ સરૈયા સાથે થયા હતા લગ્ન બાદ બહેન આંટો મારવા આવે તાય્રે સાસુ હર્ષાબેન અને સસરા ભુપતભાઈ તેમજ પતિ અવધ મેણા ટોણા મારે છે તારા બાપે તને સમુહમાં પરણાવી છે આપડા સમાજના રીત રીવાજ મુજબ કરિયાવર કરેલ નથી અને રોકડ રકમ તથા ઘરેણા લઇ આવવા દબાણ કરી પતિ મારકૂટ કરતા હોવાનું જણાવ્યું હતું
જેથી બહેનના સસરા ભુપતભાઈ અને સમાજ આગેવાનો આવી સમાધાન કરી બહેનને લઇ ગયા હતા બાદમાં ત્રણ ચાર મહિના પછી રૂપલબેન પોતે એકલી ભાઈના ઘરે આવી ગઈ હતી અને પૂછતા દીકરો રીયાંશ (ઉ ૦૬ માસ વાળો) અવારનવાર બીમાર રહે છે અને સાસુ તેમજ સસરા તને રતવા થઇ ગયો છે એટલે છોકરો બીમાર રહે છે એવા આક્ષેપો કરી મારી નાખવાની ધમકી આપતા હતા જેથી બહેનને સાસરે જવા દીધી નહિ અને ચારેક મહિના બાદ ફરી વાર સસરા ભુપતભાઈ અને સમાજ આગેવાનો આવું ફરી વાર નહિ થાય તેવી બાહેંધરી આપી સમાધાન કરી બહેનને તેડી ગયા હતા જોકે સાસરીયાઓના વ્યવહારમાં કોઈ પરિવર્તન આવ્યું નહિ અને બહેનને કરિયાવર તેમજ ઘરકામ બાબતે માનસિક તરસ આપતા હતા
તા. ૨૩-૦૨ ના રોજ ફરિયાદી રાજકોટ કામથી ગયો હતો ત્યારે રાત્રીના પિતાજીએ ફોન કરી કહ્યું કે રૂપલના સસરાએ ફોન કરી જણાવ્યું છે કે રૂપલને બીપી લો થઇ ગયું છે સારવારમાં રાજકોટ લઇ જાય છે જેથી સિવિલ હોસ્પિટલ જતા સાસુએ જણાવ્યું કે રૂપલને બપોરે ઝાડા ઉલટી થયા હતા જેથી તબિયત ખરાબ થતા સારવારમાં લાવત ડોકટરે મરણ ગયેલ જાહેર કરેલ છે પીએમ કરનાર ડોક્ટરને પૂછતાં જણાવ્યું કે બહેને એસીડ પી લેતા મોત થયું હતું આમ પતિ અવધ, સસરા ભૂપત અને સાસુ હર્ષાબેને ફરિયાદીના બહેન રૂપલ (ઉ.વ.૨૮) વાળાને કરિયાવર બાબતે મેણા ટોણા મારી માનસિક ત્રાસ આપતા એસીડ પી લેતા મોત થયું હતું વાંકાનેર સીટી પોલીસે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
