Morbi તા.૮ઃ
ટંકારા પોલીસ મથકના ચકચારી આંગડીયા પેઢી લૂંટના ગુનામાં નાસતા ફરતા આરોપીને એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમે ટંકારા લતીપર ચોકડીથી ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી જીલ્લાના નાસતા ફરતા, પેરોલ જંપ આરોપીને ઝડપી લેવા એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ટંકારા પોલીસ મથકમાં ચકચારી આંગડીયા પેઢી લૂંટના ગુનામાં આરોપી દર્શીલ કરસન બોળીયા નાસતો ફરતો હતો જે આરોપી ટંકારા લતીપર ચોકડીએ હોવાની બાતમી મળતા ટીમે સ્થળ પર રેડ કરી આરોપી દર્શીલ કરસન બોળીયા (ઉ.વ.૨૩) રહે સુરત મૂળ સાંજણાસર તા. પાલીતાણા ભાવનગર વાળાને ઝડપી લઈને આગળની કાર્યવાહી અર્થે ટંકારા પોલીસ મથકને સોપવામાં આવ્યો છે

