Morbi,તા.27
વાંકાનેરનાં માટેલમાં વિકાસ રેસીડન્સી પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોને વાંકાનેર તાલુકા પોલીસે પકડી પાડ્યા છે, જ્યારે વિદેશી દારૂનો જથ્થો મોકલનાર શખ્સ હાજર મળી ન આવતા તેને શોધવા કાર્યવાહી શરુ કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર માટેલ ગામમા આવેલ વિકાસ રેસીડન્સી પાસે આવેલ ખુલ્લી ઓરડીની પાસે વાંકાનેર તાલુકા પોલીસે બાતમીના આધારે તપાસ કરતા વિદેશી દારૂની શીલપેક બોટલો નંગ ૨૪ કીં.રૂ.૨૬,૪૦૦ના મુદ્દામાલ સાથે જયદિપસિંહ હરીચંદ્રસિંહ ઝાલા ઉ.વ.૨૪ નામના ઇસમને પકડી લીધો હતો. જયારે આ વિદેશી દારૂ મોકલનાર અશોક હિરાભાઈ ડાભી રહે.નવા ઢુવા વાળો સ્થળ પર હાજર મળી ન આવતા તેને પકડવા કાર્યવાહી આગળ વધારી છે.

