Surendaranagar, તા.2
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા થીપસાર થતી કચ્છથી અમદાવાદ તરફ જતી એસ.ટી. બસો કુડા ચોકડી થઈને ચાલે છે. ત્યારે શુક્રવારે મોડી રાત્રે ધ્રાંગધ્રાના મોચીવાડ પાસે આવેલ રેલવે નાળા પાસે લગાવેલા લોખંડના ગાર્ડમાં ફસાઈ હતી.
મળતી માહિતી મુજબ કચ્છના નખત્રાણાથી છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તરફ એસટીની સ્લીપર કોચ બસ જતી હતી. જેમાં શનિવારે ધ્રાંગધ્રા બસ સ્ટેશનથી આ બસ ઉપડી કુડા ચોકડી તરફ ચલાવવાના બદલે ડ્રાઈવરે ગુગલ લોકેશનના આધારે બસ મોચીવાડ વિસ્તારમાંથી ચલાવી હતી.
જેમાં રેલવે નાળા પાસે લગાવેલા ગાર્ડમાં બસ ફસાઈ જતા મુસાફરોના જીવ અધ્ધર થઈ ગયા હતા. આસપાસથી દોડી આવેલા લોકોએ મહામહેનતે બસને બહાર કાઢી હતી. અને બાદમાં બસ બોડેલી તરફ રવાના થઈ હતી.

