(દિનેશ જોષી)Kodinar, તા.12
કોડીનાર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત ઇ-રિક્ષા લોકાર્પણ કરવામાં આવ્યું. આજ રોજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કોડીનાર ખાતે સોરઠ મહિલા વિકાસ સહકારી મંડળી, અંબુજા ફાઉન્ડેશન અને અદાણી અંબુજા સિમેન્ટના સયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી.
સેડી સસ્થા દ્વારા યુવાનોને કૌશલ્ય તાલીમ આપવામાં આવે છે. આ પહેલના ભાગરૂપે 10 બહેનોને ઇ-રિક્ષા ચલાવવાની 2 મહિનાની તાલીમ આપવામાં આવી અને એમને સાસ્થાન સહયોગથી ઇ-રિક્ષા ખરીદવા માટે પ્રેરાયા અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે સીએમઓ,અંબુજા સિમેન્ટ, સંજય વશિષ્ટ સાહેબના વરદ હસ્તે ઇ-રિક્ષા લોકાર્પણ કરવામાં આવ્યું.
સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત બહેનો ઇ-રિક્ષા ચલાવી આત્મનિર્ભર બનશે. જેનો મુખ્ય ઉદેશ મહિલાઓની અને વિધ્યાર્થીઓની સલામતી અને સુરક્ષા છે. આ કાર્યક્રમમાં 1500 થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો.

