Morbi, તા.13
મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ પ્રમુખસ્વામી સોસાયટીમાં રહેતા રસિકભાઈ ભીખાભાઈ જીવાણી (45) નામનો યુવાન ગઈકાલે સાંજે 7:45 વાગ્યાના અરસામાં મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ લાલપર ગામ પાસે શૈલેષ વે બ્રિજ નજીકથી ચાલીને પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રક નંબર આરજે 32 જીપી 6937 ના ચાલકે તેને હડફેટે લીધો હતો.
જેથી કરીને યુવાન રસ્તા ઉપર નીચે પટકાયો હતો ત્યારબાદ તેના ઉપરથી ટ્રકના તોતિંગ ટાયર કરી ગયા હતા જેથી કરીને ટ્રક નીચે યુવાન કચડાઈ જતાં ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતીો
યુવાન સારવારમાં
પડધરીના ખોડાપીપર ગામે રહેતા યોગેશભાઈ રમેશભાઈ રામાવત નામનો 36 વર્ષનો યુવાન થોરીયાળીથી ખોડાપીપર જતો હતો ત્યારે પેટ્રોલ પંપ નજીક બાઇક સ્લીપ થઇ જતા તેને સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યો હતો.જ્યારે ધાંગધ્રા પાસેના નરાડી ગામે રહેતા વૈશાલીબેન મેહુલભાઈ વહાલીયા નામની 19 વર્ષની યુવતી ગામમાં વાડી ખાતે કોઈ કારણોસર દવા પી ગયેલી હોય તેને મોરબીની મંગલમ હોસ્પીટલે સારવાર માટે લાવવામાં આવી હતી.
ઇલે.શોર્ટ લાગતા મહિલાનું મોત
મોરબીના રંગપર ગામે પંચાયત ઓફિસની બાજુમાં રહેતા રંજનબેન ગણેશભાઈ સાગઠીયા (33) નામના મહિલા ઘરે હતી ત્યારે ગઈકાલે ઇલેક્ટ્રીક શોટ લાગી ગયો હતો જેથી કરીને તે મહિલાનું મોત નીપજ્યું હતું. બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.
વાહન અકસ્માત
ધ્રોલ તાલુકાના લતીપર ગામે રહેતા કરનભાઈ ધનજીભાઈ વાઘેલા નામના ત્રીસ વર્ષના યુવાનને દ્વારકાથી જામનગર બાઈક લઈને જતો હતો ત્યારે રસ્તામાં અચાનક કૂતરું આડું ઉતરતા અહિંની આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો. જયારે રાપર (કચ્છ) ના ખીરી ગામના કાનાભાઈ નાનજીભાઈ કોળી નામના 29 વર્ષના યુવાનને ખીરી ગામેથી સામખીયારી તરફ જતો હતો ત્યારે આધોઈ રોડ ખાતે બાઈક સ્લીપ થવાનો બનાવ બન્યો હતો જેમાં ઈજા થતાં સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.

