Morbi, તા.13
મોરબી નજીકના સનાળા ગામે શક્તિ માતાજીના મંદિરની પાછળના ભાગેથી સ્વિફ્ટ ગાડી નંબર જીજે 36 એસી 1577 પસાર થઈ રહી હતી જે ગાડીને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેમાંથી બિયરના 17 ટીન મળી આવ્યા હતા જેથી 2040 ની કિંમતતો બિયરનો જથ્થો તથા 3 લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ ફુલ મળીને 3,02,040 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો અને આરોપી વિશ્વરાજસિંહ અનુભા જાડેજા (21) રહે. સનાળા પ્લોટ વિસ્તારને પકડીને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.
20 બોટલ
મોરબીમાં લાતી પ્લોટ શેરી નં-3 માં આવેલ માસુમ હોસ્પિટલ પાસે રીક્ષા નંબર જીજે 1 ટીએચ 3482 પડી હતી તે રીક્ષાને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા રિક્ષામાંથી દારૂની નાની 20 બોટલ મળી આવી હતી જેથી 2400 રૂપિયાની કિંમતનો દારૂ તથા રીક્ષાને પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ છે. રીક્ષાના ચાલક સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

