Una,તા.19
ઉનાના સામતેર ગામે મુખ્ય રસ્તા પર બે આખલાઓ વચ્ચે ભીષણ લડાઈ થઈ હતી. આ લડાઈ લગભગ 20 થી 25 મિનિટ સુધી ચાલી હતી, જેના કારણે સ્થાનિકો માં ભયનો માહોલ સર્જાયો હતો અને વાહનવ્યવહાર ખોરવાયો હતો. આખલાઓની લડાઈને કારણે મુખ્ય રસ્તો અવરોધાઈ ગયો હતો. વાહનચાલકો અને રાહદારીઓને વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી.ઘટના સ્થળ નજીક જ એક પ્રાથમિક શાળા અનેઆંગણવાડી આવેલી છે. સદનસીબે, આ લડાઈ સવારના સમયે થઈ હતી. સ્થાનિકોએ ચિંતા વ્યક્ત કરી હતી કે જો આ ઘટના શાળા શરૂ થવાના સમયે બની હોત, તો શાળાએ જતા બાળકોને નુકસાન થવાનો ભય હતો.

