Gandhinagar તા.23
ગુજરાત ભાજપના નવા સંગઠનની રચના બાદની પ્રથમ કારોબારી આજે ગાંધીનગરમાં કમલમ ખાતે યોજાઈ રહી છે. પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષપદ હેઠળની કારોબારીમાં ખાસ કરીને આગામી સમયમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણીઓ અંગે ચર્ચા થશે તો ગુજરાતમાં વર્તમાન રાજકીય સ્થિતિ અંગે પણ જુથ બેઠકો યોજાશે.
જો કે કારોબારીમાં પહેલા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના સંબોધનમાં ખાસ કરીને યુસીસી સહિતના મુદે લોકો સુધી પહોંચવા પક્ષના કારોબારી સભ્યોને જણાવાશે. આ ઉપરાંત રાજય સરકારની કામગીરી અંગે પણ પ્રસ્તાવ પસાર કરાય અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રીતે ગુજરાતના મુખ્યમંત્રીથી દેશના વડાપ્રધાન સુધીની જે રેકોર્ડબ્રેક દિવસોની સફર કરી છે તે બદલ તેમને અભિનંદન આપતો પ્રસ્તાવ પણ પસાર કરાશે. કારોબારીને અંતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ સંબોધન કરશે.

