Veraval,તા.4
સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા સ્થાનિક સ્વરાજ ચૂંટણી 2026ને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારો માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા નું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રક્રિયા તા.03/04/2026 શુક્રવાર થી ધારાસભ્યના કાર્યાલય, ટાવર ચોક, એક્સિસ બેન્ક ની બાજુમાં, વેરાવળ રાખવામાં આવ્યું છે. વેરાવળ તાલુકા અને શહેર કોંગ્રેસ દ્વારા ઇચ્છુક ઉમેદવારો માટે ફોર્મ વિતરણ અને સ્વીકારવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષમાંથી ઉમેદવારી નોંધાવવા ઇચ્છુક ઉમેદવારો પોતાનું ફોર્મ જાતે ભરી શકશે. સોમનાથ વિધાનસભા વિસ્તારમાં આવતી જિલ્લા પંચાયત તથા વેરાવળ તાલુકા પંચાયતની સીટ માટેની ફોર્મ પ્રક્રિયા સવારે 10 થી 1 વાગ્યા સુધી યોજાશે.
આ પ્રક્રિયાના ફોર્મ વેરાવળ તાલુકા કોંગ્રેસ પ્રમુખ હિરેનભાઈ બામરોટિયા દ્વારા સ્વીકારવામાં આવશે. આ ઉપરાંત, વેરાવળ – પાટણ – ભીડીયા નગરપાલિકા માટેની ફોર્મ પ્રક્રિયા બપોરે 3 થી 7 વાગ્યા સુધી યોજાશે જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ દિપકભાઈ ખોરાબા ફોર્મ સ્વીકારશે. આ કાર્યક્રમમાં તમામ ઇચ્છુક ઉમેદવારો ને સમયસર હાજર રહી પ્રક્રિયામાં ભાગ લીધો હતો.

