વડિયામાં ટ્રેન સ્ટોપનો લાભ અપવા સમગ્ર વિસ્તારના લોકોની માંગ
(કિરીટ જોટવા દ્વારા) Wadia તા.૧૩
સમગ્ર દેશમાં સૌથી સસ્તી અને સુલભ પરિવહન સેવા એ ભારતીય રેલવે આપી રહી છે. અમરેલી જિલ્લા માંથી જેતલસર ઢસા રેલવે ટ્રેક પસાર થાય છે. જે ઘણા સમયથી મીટરગેજ રેલવે ટ્રેક માથી બ્રોડગેજ રેલવે ટ્રેક માં રૂપાતરીત કરવામાં આવ્યો છે. આ રેલવે ટ્રેક ના ઉદઘાટન સમયે અને વેરાવળ -બનારસ વીકલી ટ્રેન ના ઉદઘાટન સમયે તત્કાલિન સાંસદ નારણ કાછડીયા એ ડેઇલી સુરત અમદાવાદની ટ્રેન અને વંદેભારત ટ્રેન આ રૂટ પર શરુ કરવાનાં વચનો આપ્યા હતા. સમયાંતરે અમરેલી સાંસદ તરીકે ભરત સુતરીયા ચૂંટાયા બાદ કોઈ નવી ટ્રેન મળી ના હતી તેથી લોકોમાં નારાજગી હતી. પરંતુ અમરેલી સાંસદની ઉચ્ચ કક્ષા સુધી થયેલી રજુવાતોની જાણે અસર પડી હોય તેમ સાબરમતી (અમદાવાદ ) થી વેરાવળ ની વંદેભારત ટ્રેનનો રૂટ બદલી ને હવે નવા ધોળકા, ધંધુકા, બોટાદ,ધોળા, ઢસા, જૂનાગઢ રૂટ પર થી પસાર થશે તેવો નિર્ણંય રેલવે વિભાગ દ્વારા કરવામાં આવ્યો હોવાનો એક પત્ર સોશ્યલ મીડિયા માં વાઇરલ થયો છે આ બાબતે તપાસ કરતા આ પત્ર સાચો હોવાનુ જાણવા મળી રહ્યું છે. પરંતુ એ પત્ર માં વંદે ભારત ટ્રેન નો એક પણ સ્ટોપ અમરેલી જિલ્લા ના સ્ટેશન પર આપવામાં આવ્યો નથી તેવુ દેખાઈ રહ્યું છે જો એ લેટર મુજબ જ ટ્રેન સ્ટોપ કરવાની હોય તો અમરેલી જિલ્લા ના લોકોને ભારોભાર અન્યાય થયો હોવાનુ સામે આવી રહ્યું છે.અમરેલી જિલ્લા ના લાઠી, ચિતલ, કુંકાવાવ, વડિયા જેવા મોટા સ્ટેશનો આવેલાં છે તો આ ટ્રેનનો લાભ આ સ્ટેશનો ઉપર મળવો જોઈએ એ સ્વાભાવિક છે.અમરેલી જિલ્લાના આ તમામ સ્ટેશનોમાં વડિયા એ અમરેલી જિલ્લા નુ છેવાડાનુ તાલુકા મથક છે સાથે વડિયા કુંકાવાવ, ભેસાણ, જેતપુર, ગોંડલ, સહિતના તાલુકાના લોકો માટે વડિયા રેલવે સ્ટેશન મધ્ય સેન્ટર માં પડે છે જેથી અહીંથી લાંબા અંતરની ટ્રેનો માટે આ વિસ્તારના લોકોને લાભ મળી શકે એમ છે ત્યારે વંદે ભારત આ જેતલસર ઢસા રૂટ પર આવનાર ટૂંકા સમયમાં શરુ થવા જઈ રહી છે ત્યારે અમરેલી જિલ્લાના વડિયામાં તેનો સ્ટોપ આપવામાં આવે જેથી અમદાવાદ અને સોમનાથ જવા માટે આ વિસ્તાર ના લોકોને લાભ મળી શકે આ બાબતે વડિયા વિસ્તાર ના લોકો વર્તમાન સાંસદ કે જેને વડિયા વિસ્તારના લોકોએ ખોબલે ખોબલે મત આપી ને જંગી લીડ થી જીત અપાવી છે તેમની પાસેથી વંદેભારત ટ્રેન ના સ્ટોપની આશા રાખીને બેઠા છે. હવે જોવાનું એ રહ્યું કે આવનાર સમયમાં અમરેલી જિલ્લા માં કેટલા સ્ટોપ આ ટ્રેનને મળે છે અને વડિયાને સ્ટોપ અપાવવા અમરેલી સંસદ ભરત સુતરીયા આગળ આવે છે કે કેમ તે તો આવનારો સમય જ બતાવશે.

