New Delhi, તા.4
પાકિસ્તાન સુપર લીગ દરમિયાન કરાચી કિંગ્સના કેપ્ટન ડેવિડ વોર્નર અને ઓલરાઉન્ડર મોઈન અલી વચ્ચે વિવાદ થયો હતો. રાવલપિંડીમાં એક મેચ દરમિયાન વોર્નરનો તેના સાથી ઓલરાઉન્ડર મોઈન અલી સાથે ઝગડો થયો હોય તેવો વીડિયો ઝડપથી વાયરલ થયો હતો. ટીમ ડિરેક્ટર હૈદર અઝહરે દરમિયાનગીરી કરી મામલો થાળે પાડ્યો હતો.
કરાચી કિંગ્સે રાવલપિંડી કિંગ્સને પાંચ વિકેટથી હરાવ્યું હતું.ડેવિડ વોર્નર અને મોઈન અલી વચ્ચેના ઝઘડાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. મળતી માહિતી મુજબ વોર્નર એ વાતથી નારાજ હતો કે મોઈન અલીએ નિર્ણાયક ક્ષણે પોતાની વિકેટ ગુમાવી દીધી. જોકે, અબ્બાસ આફ્રિદીએ સિક્સર ફટકારીને કરાચીની જીત પર મહોર લગાવી હતી.
વોર્નર-અલી વચ્ચેના ઝઘડાને કારણે ચાહકોમાં ભારે રોષ ફેલાયો છે. ઘણા ચાહકોએ આક્ષેપ કર્યો હતો કે બે સિનિયર ખેલાડીઓ વચ્ચેનો વિવાદ ટીમ માટે સારો સંકેત નથી. વોર્નરે આ અંગે સ્પષ્ટતા કરતા દાવો કર્યો છે કે આવું કંઈ થયું નથી.

