આઈપીએલના ઈતિહાસમાં સતત બીજી વખત અને કુલ ૩ વખત હિટ વિકેટ આઉટ થનારો પ્રથમ ખેલાડી બન્યો
New Delhi, તા.૩૦
આઈપીએલ ૨૦૨૬ના ક્વોલિફાયર-૨ મહામુકાબલામાં ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન રોયલ્સને ૭ વિકેટે હરાવીને ફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી કરી લીધી છે. આ મેચમાં ગુજરાતની જીતના હીરો રહેલા ઓપનર Sai Sudarshan શાનદાર પ્રદર્શન કરતા ૩૨ બોલમાં ૧ સિક્સ અને ૮ ફોરની મદદથી ૫૮ રનની મહત્વની ઈનિંગ રમી હતી. જોકે, આ મેચમાં અડધી સદી ફટકારવા છતાં સુદર્શન એક અત્યંત શરમજનક રેકોર્ડ પોતાના નામે કરી બેઠો છે. તે આઈપીએલના ઈતિહાસમાં સતત બીજી વખત અને કુલ ૩ વખત ’હિટ વિકેટ’ આઉટ થનારો પ્રથમ ખેલાડી બની ગયો છે.
ગુજરાત ટાઈટન્સની ઈનિંગ દરમિયાન ૧૩મી ઓવરમાં Sai Sudarshan’s bad luck! Out in a unique way for the second time રાજસ્થાનના બોલર બ્રિજેશ શર્માની બોલ પર ચોગ્ગો ફટકારવા માટે જોરદાર શોટ લગાવ્યો હતો. બેટ સાથે અથડાઈને બોલ બાઉન્ડ્રી લાઈનની બહાર ૪ રન માટે પહોંચી ગઈ હતી, પરંતુ આ શાનદાર શોટ બાદ પણ સુદર્શને પેવેલિયન પરત ફરવું પડ્યું હતું. વાસ્તવમાં, સુદર્શને એટલી તાકાતથી શોટ માર્યો હતો કે બેટ તેના હાથમાંથી છટકી ગયું અને સીધું જ સ્ટમ્પ પર જઈને પડ્યું હતું.
આ અજીબોગરીબ ઘટનાને કારણે અમ્પાયરે તેને તુરંત હિટ વિકેટ આઉટ જાહેર કર્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે, સાઈ સુદર્શન આ જ આઈપીએલ ૨૦૨૬માં સતત બીજી નૉકઆઉટ મેચમાં આ અનોખા અંદાજમાં આઉટ થયો છે. આ પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે રમાયેલા ક્વોલિફાયર-૧ મુકાબલામાં પણ તે ત્રીજી ઓવરમાં જેકબ ડફીની ગેંદ પર કટ શોટ રમવા જતાં હિટ વિકેટ થયો હતો. ત્યારે પણ તેનું બેટ હાથમાંથી છૂટીને પિચ પર બાઉન્સ થઈ સ્ટમ્પ પર વાગ્યું હતું. આ સાથે જ તે આઈપીએલ ઈતિહાસમાં ૩ વખત હિટ વિકેટ આઉટ થનારો પ્રથમ બેટ્સમેન બન્યો છે. આ પહેલા તે સૌપ્રથમ વર્ષ ૨૦૨૨માં મુંબઈ ઈન્ડિયન્સ સામે આ રીતે આઉટ થયો હતો. ભલે સાઈ સુદર્શન નસીબના કારણે વિચિત્ર રીતે આઉટ થઈ ગયો, પરંતુ આઉટ થતાં પહેલા તેણે કેપ્ટન શુભમન ગિલ (૧૦૪ રન) સાથે મળીને ટીમ માટે વિજયનો મજબૂત પાયો નાખી દીધો હતો. બંને ઓપનર્સે પ્રથમ ૧૦ ઓવરમાં જ ટીમનો સ્કોર ૧૨૭ રન પર પહોંચાડીને રાજસ્થાનના ૨૧૪ રનના સ્કોરને વામણો સાબિત કર્યો હતો. સાઈ સુદર્શનની ૫૮ રનની ઈનિંગના કારણે જ ગુજરાતે ૧૮.૪ ઓવરમાં ૩ વિકેટે ૨૧૯ રન બનાવી મેચ જીતી લીધી હતી. હવે ગુજરાત ટાઈટન્સની ટીમ ૩૧ મે, રવિવારના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (ઇઝ્રમ્) સામે ફાઈનલનો મહામુકાબલો રમશે.

