Kolkata, તા.6
IPL સિઝનમાં સતત બે જીત મેળવનાર પંજાબ કિંગ્સ (PBKS) આજે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે ટકરાશે અને વિજયની હેટ્રિક મેળવનારી પ્રથમ ટીમ બનવાનો પ્રયાસ કરશે. પોતાના ઘરઆંગણે રમી રહેલી કોલકાતા સતત ત્રીજી હાર ટાળવા અને સિઝનની પોતાની પહેલી જીત મેળવવાનો પ્રયાસ કરશે.
ત્રણ વખત ચેમ્પિયન રહેલ ટીમ માટે ખોટી રણનીતિ એક મુખ્ય મુદ્દો બન્યો છે. ટીમની મૂંઝવણભરી રણનીતિ ટીમ કોમ્બિનેશનમાં સ્પષ્ટ દેખાય છે. ન્યૂઝીલેન્ડના ત્રણ ટોચના ખેલાડીઓ ફિન એલન, ટિમ સીફર્ટ અને રચિન રવિન્દ્ર ટીમમાં હોવા છતાં, નાઈટ રાઇડર્સ તેમનો અસરકારક રીતે ઉપયોગ કરવામાં નિષ્ફળ રહ્યું છે. વધુમાં, રોવમેન પોવેલ પણ બહાર છે. જે ટીમની પસંદગીના નિર્ણયો પર પ્રશ્નો ઉભા કર્યા છે.
બીજી બાજુ, શ્રેયસની આગેવાનીમાં પંજાબ અત્યાર સુધી બંને મેચ જીતી છે. યુવા કૂપર કોનોલીએ ત્રીજા નંબરે બેટિંગ કરતા સૌને પ્રભાવિત કર્યા છે, બે મેચમાં 108 રન બનાવ્યા છે, જ્યારે પ્રિયાંશ આર્ય અને પ્રભસિમરન સિંહે સારી શરૂઆત આપી છે.
શ્રેયસે મધ્ય ઓવરોમાં આત્મવિશ્વાસ સાથે બેટિંગ કરી છે. બોલિંગ યુનિટમાં અર્શદીપ સિંહ, માર્કો જાનસેન અને વિજયકુમાર વૈશાખની હાજરીથી સંતુલિત દેખાય રહ્યું છે, જ્યારે અનુભવી લેગ-સ્પિનર યુઝવેન્દ્ર ચહલ પણ આક્રમણ રીતે રમી રહ્યા છે.
ઘરેલુ ટીમને હરાવવામાં નિષ્ણાંત!
શ્રેયસની કેપ્ટનશીપ હેઠળ, પંજાબ કિંગ્સે ઘરઆંગણે અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું છે. ટીમનો રેકોર્ડ તેમને આ સિઝનમાં સૌથી ખતરનાક ટીમોમાંની એક બનાવે છે. ગયા સિઝનમાં અત્યાર સુધી રમાયેલી 11 બહારની મેચોમાંથી, પંજાબે આઠ જીત્યા છે અને ફક્ત બે હાર્યા છે. આ આંકડા ટીમના સાતત્યપૂર્ણ પ્રદર્શનને દર્શાવે છે. જીતની બાબતમાં પંજાબ બેંગલુ પછી બીજા ક્રમે છે.

