આજકાલ હિટલર એલેક્ઝાન્ડર ના વેમમાં ઘણા ફરી રહયા છે કે અમારી પાસે સત્તા અને સંપત્તિ છે તો હવે અમે અમર છીએ કોઈની જરૂર પડવાની નથી ત્યારે આજે આપણે ચિંતનાત્મક લેખમાં એ વિશે મને ગમેલી એક વાત જોઇએ તો ઘણા સમય પહેલાની વાત છે,જ્યારે એલેક્ઝાન્ડર,પોતાની શક્તિના બળ પર આધાર રાખી ને,સમગ્ર વિશ્વ પર રાજ કરવા લાગ્યો.તે પોતાની શક્તિ પ્રત્યે એટલો ઘમંડી થઈ ગયો કે આખરે તેને અમર બનવાની ઈચ્છા થઈ.તે શોધવા માટે નીકળ્યો કે શું કોઈ દંતકથા જેવું પાણી છે,જેનો પ્રવાહ વ્યક્તિને શાશ્વત જીવન આપી શકે છે.
દૂર દૂર સુધી ભટક્યા પછી, એલેક્ઝાન્ડરે આખરે તે સ્થાન શોધી કાઢ્યું જ્યાં તે અમરત્વનું આ અમૃત મેળવી શકે.તે એક પ્રાચીન ગુફા હતી-એક ઉજ્જડ સ્થળ જ્યાં કોઈ જીવંત આત્મા એ ક્યારેય સાહસ કર્યું ન હતું.
તે જોવામાં ભયાનક લાગતું હતું, છતાં એલેક્ઝાન્ડરે ઊંડો શ્વાસ લીધો અને અંદર પગ મૂક્યો.ત્યાં ગુફાના ઊંડાણમાં,તેને અમૃતનું એક ઝરણું ખળખળ વહેતું દેખાયું.તેણે પાણી પીવા માટે હાથ લંબાવ્યો જ હતો કે ગુફાની અંદર એક કાગડાનો અવાજ સંભળાયો-કાગડાએ જોરથી બૂમ પાડી,”ઉભા ! રરહો!આવી મૂર્ખાઈ ના કરો!”
એલેક્ઝાન્ડરે કાગડા તરફ નજર ફેરવી.તે ખરેખર દયનીય સ્થિતિ માં હતો:તેના પીંછા ખરી પડ્યા હતા,તેના પંજા સુકાઈ ગયા હતા અને તે આંધળો થઈ ગયો હતો; ફક્ત એક હાડપિંજર સિવાય તેનું કંઈ બચ્યું ન હતું.
“જો હું આખી દુનિયા જીતી શકું છું,તો પછી આ અમૃત પીવાનો મને કેવી રીતે ઇનકાર તું કરી શકે?” ત્યારે,કાગડાએ તેની આંખોમાંથી આંસુ વહાવતા જવાબ આપ્યો, “હું પણ આ ગુફામાં અમૃતની શોધમાં આવ્યો હતો,અને મારી ઉતાવળમાં,મેં તે પીધું.હવે, હું ક્યારેય મરી શકતો નથી;છતાં,હું મરવા માટે ઝંખું છું પણ હું મરી શકતો નથી”
“મારી દુર્દશા જુઓ!”કાગડાના શબ્દો સાંભળીને, એલેક્ઝાંડરે લાંબા સમય સુધી ઊંડાણપૂર્વક વિચાર કર્યો.ઘણા ચિંતન પછી, તે શાંતિથી પાછો ફર્યો અને ગુફા માંથીઅમૃત પીધા વિના બહાર નીકળી ગયો.
એલેક્ઝાંડરને સમજાયું કે જીવન નો સાચો આનંદ ફક્ત ત્યાં સુધી જ ટકી રહે છે જ્યાં સુધી આપણે એવી સ્થિતિમાં રહીએ જ્યાં આપણે તે આનંદનો અનુભવ કરી શકીએ.
ગોપીની પરીક્ષા થાય છે તેમ જીવમાત્રની થાય છે.ભગવાનની ઇચ્છા એવી હતી કે,ગોપીઓ ઘરે જાય,પણ તેઓ જોવા માંગે છેકે,ગોપીઓને મારા પર પરિપૂર્ણ પ્રેમ છે કે નહીં?એટલે તેઓ ગોપીઓની પરીક્ષા કરવા કહે છે તારા ઘરમાં તને સુખ મળશે,પતિ તને સુખ આપશે.
ભગવાન ગોપીઓને આદર્શ સ્ત્રીધર્મ બતાવે છે. પતિની સેવા કરવી એ સ્ત્રીનો ધર્મ છે. પતિમાં ઈશ્વરભાવ ન રાખે તેનો આલોક અને પરલોક બંને બગડે છે. ઘરની એક એક વ્યક્તિની સેવા કરતાં સ્ત્રી ઈશ્વરનું સ્મરણ કરે તો તેને મંદિરમાં જવાની જરૂર નથી. યોગીઓને મુક્તિ મળે છે તેવી મુક્તિ તેને અનાયાસે મળેછે સ્ત્રી ઘરમાં રહી ગૃહિણી ધર્મ બજાવે છે,તેને પવિત્ર રહેવાની અનુકૂળતા રહે છે. સ્ત્રી પતિમાં તથા પતિના સંબંધીઓમાં ઈશ્વર ની ભાવના રાખી પરમાત્માનું સ્મરણ કરે,તો સંન્યાસીઓ તેમજ યોગીઓને જે સદગતિ મળે છે તે અનાયાસે તેને પ્રાપ્ત થાય છે.વિયોગમાં ચિત્તની જેવી એકાગ્રતા થાય છે,તેવી સંયોગ માં થવી કઠણ છે.અનસૂયામાતા એ અલૌકિક પતિસેવાના બળ થી ત્રિદેવોને પણ બાળકો બનાવ્યાં હતાં.પતિવ્રતા ધર્મ બહુ મોટો છે.એક પતિવ્રતા સ્ત્રી હતી. તે પતિની ખૂબ સેવા કરે છે. એક દિવસ પતિ બહારગામથીઆવ્યા છે,અત્યંત થાકી ગયા છે, એટલે પત્નીના ખોળામાં માથું રાખી સૂઈ જાય છે.તે વખતે સ્ત્રીનો દોઢ-બે વર્ષનો બાળક ખાટલામાં સૂતો હતો. શિયાળાના દિવસો હતા, તેથી ખાટલા નજીક અગ્નિ રાખેલો. સ્ત્રીએ જોયું કે છોકરો આળોટતો હમણાં અગ્નિમાં જઈને પડશે. તે વિચારે છે કે, જો હું છોકરાને બચાવવા જાઉં તો પતિદેવ જાગી જાય છે અને એમની ઊંઘમાં ખલેલ પડે છે અને નથી જતી તો છોકરો આગ માં પડે છે.તરત તેણે નિર્ણય કરી નાખ્યો કે, પતિસેવા છોડી હું નહીં ખસું.પ્રભુ છોકરાને સંભાળશે. આમ ઈશ્વરસ્મરણ કરતાં તે પતિસેવા કરે છે. એટલામાં છોકરો અગ્નિમાં પડ્યો પરંતુ અગ્નિને બીક લાગે છે કે, આવી પતિવ્રતા સ્ત્રીના પુત્રને બાળીશ તો મને શ્રાપ આપશે. એટલે એ શીતળ ચંદન જેવો બને છે. પુત્રને કાંઈ આંચ આવતી નથી. અગ્નિ જ તેને બાળે છે,પણ મહા પતિવ્રતા સ્ત્રી થી તો અગ્નિ પણ બીએ છે કે આ મને બાળી નાખશે.આવો શ્રેષ્ઠ પતિવ્રતા ધર્મ છે.
કળિયુગમાં સ્ત્રીને અને શૂદ્રને જલદી મુક્તિ મળે છે. સ્ત્રીને પતિસેવાથી અને શૂદ્રને સમાજ સેવાથી. પ્રભુ કહે છે કે,મારા સંયોગ કરતાં મારા વિયોગમાં અનેકગણું સુખ મળે છે.વિયોગ માં મારું ધ્યાન બરાબર થાય છે. વિયોગમાં પ્રેમ પુષ્ટ બને છે, વિયોગ માં ગુણ દેખાય છે. સંયોગમાં દોષ દેખાય છે.તમારો પ્રેમ શુદ્ધ હશે,તો મારું ધ્યાન કરતાં તમે મારા સ્વરૂપને પ્રાપ્ત થશો. માટે તમે તમારા પતિને છોડીને આવ્યા તે યોગ્ય નથી.ભગવાન ગોપીઓને ઘરે જવાની આશા કરે છે. એ જાણીને ગોપીઓને દુઃખ થાય છે. પ્રભુએ ગોપીઓને દેહધર્મનો ઉપદેશ કર્યો છે. આ શરીરનો કોઈ પતિ નથી, આત્માનો કોઈ પિતા નથી. આત્માનો ધર્મ તો પરમાત્માને મળવાનો છે. ગોપીઓ પ્રભુને કહે છે કે, તમે પતિતપાવન છો, દયાના સાગર છો, એવા વિશ્વાસથી આપનાં ચરણનો આશ્રય કર્યો છે. સંસારના સર્વ વિષયનો મનથી ત્યાગ કરી કેવળ આપનાં ચરણોનો દૃઢ આશ્રય કર્યો છે.
અહીં ગોપીઓનો ત્યાગ માટે ‘ત્યાગ’ શબ્દ નથી વાપર્યો પણ ‘સંત્યાગ’ શબ્દ વાપર્યો છે. ત્યાગ એટલે શરીરથી વિષયોનો ત્યાગ. આ શબ્દ સાધારણ ત્યાગ માટે વપરાય છે. સંત્યાગ શબ્દ મનથી વિષયોનો ત્યાગ બતાવે છે. અસાધારણ ગોપીઓ કહે છે કે, અમે સર્વ વિષયો છોડી કેવળ તમારા ચરણમાં પ્રેમ કરીએ છીએ. તમારા માટે અમે મનથી સર્વ વિષયસુખનો ત્યાગ કર્યો છે અને કેવળ આપને મળવા આવી એ છીએ.અમારો પરિત્યાગ ન કરો! આપ અમારી ઉપેક્ષા ન કરો. અમારા મનમાં તમારા વિના બીજું કાંઈ નથી.જેના મનમાં શ્રી કૃષ્ણ વિના બીજું નથી એ જ ગોપી છે.
આ સંસારના વિષયોનો મનથી ત્યાગ ન કરે ત્યાં સુધી ભક્તિ થતી નથી.મનુષ્ય બહારથીત્યાગ કરે છે, પણ મનથી ત્યાગ કરતો નથી.તેથી તે ભક્તિ બરાબર કરી શકતો નથી. શરીરનો ત્યાગ કરે પણ મનથી ત્યાગ ન કરે તો એ દંભ છે. મનથી ત્યાગ કરે એ સાચો ત્યાગ તમારું મન કેવું છે, તમારું મન ક્યાં છે તે મહત્ત્વનું છે. તમારું મન ગમે ત્યાં જાય પણ ઈશ્વરથી દૂર ન જાય.વૃત્ત અને અવૃત્ત નામના બે બ્રાહ્મણ જાત્રા કરવા પ્રયાગરાજ જાય છે આજે જન્માષ્ટમીએ જ પ્રયાગ પહોંચી વેણી માધવનાં દર્શન કરવાં છે.ચાલતાં ચાલતાં રાત પડવા આવી.પ્રયાગરાજ હજુ થોડું દૂર ચાલ્યા હશે તેવામાં રસ્તામાં એક વેશ્યાનું ઘર આવ્યું અવૃત્તે કહ્યું, વરસાદ બહુ પડે છે અંધારું છે, રસ્તો દેખાતો નથી.હું તો અહીં જ મુકામ કરું છું.વૃત્ત કહે છે, હું તો આગળ જઇશ. વૃત્ત આગળ ચાલ્યો. રાત્રે ને રાત્રે એ પ્રયાગ પહોંચી ગયો અને તેણે પ્રયાગરાજના મંદિરમાં મુકામ કર્યો.અવૃત્ત કે જેને વેશ્યાના ઘરમાં મુકામ કરેલો તે પસ્તાવો કરવા લાગ્યો.ધિક્કાર છે મને જન્માષ્ટમીના દિવસે હું વેશ્યાના ઘરમાં બેઠો! હું કેટલો બધો અભાગી છું! મારો મિત્ર કેટલો ભાગ્યશાળી છે!તે અત્યારે પ્રભુનાં દર્શન કરતો હશે પ્રભુનું મુખારવિંદ નિહાળતોહશે. મંદિરમાં મોટો ઉત્સવ થતો હશે. વૈષ્ણવો દર્શન કરવા આવ્યા હશે રાધાકૃષ્ણની ઝાંખી કરતા હશે. અવૃત્ત આમ ભાવનામાં તન્મય થાય છે.
વાચક ચાહક મિત્રો આપણે જીવનમાં હંમેશા ખુશ રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ.ખુશી મેળવવા માટે આપણે ક્યારેય કોઈ મોટી સફળતા કે સમયના ચોક્કસ ક્ષણની રાહ જોવી ન જોઈએ,કારણ કે જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ આપણે મોટા થઈએ છીએ અને આપણી ઈચ્છાઓ આખરે ઓછી થઈ જાય છે.હંમેશા ખુશ રહો-તમારી પાસે જે છે તે પૂરતું છે.જેનું મન સંતુષ્ટ છે તેની પાસે બધું જ છે.અસ્તુ.
*યશપાલસિંહ ટી વાઘેલા દરબારગઢ શ્રી ઓગડ વિદ્યા મંદિર થરા ૯૪૨૮૬ ૭૮૬૯૯*

