Kolkata,તા.09
પોતાની લય શોધવા માટે સંઘર્ષ કરી રહેલી કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) આજે IPL માં લખનૌ સુપરજાયન્ટ્સ (LSG) સામે રમશે.ત્યારે તેઓ બદલાયેલી લાઇનઅપ સાથે પોતાની પહેલી જીત મેળવવાનો પ્રયાસ કરશે. KKR પોતાની પહેલી બે મેચ હારી ગઈ છે, જ્યારે તેની પાછલી મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી.
KKR એ અત્યાર સુધી અજિંક્ય રહાણે અને ફિન એલનની ઓપનિંગ જોડીને અજમાવી છે, જેમા તેમણે સફળતા મળી નથી. તેઓ આ મેચમાં એલન અને ટિમ સીફર્ટની ન્યૂઝીલેન્ડની જોડીને અજમાવી શકે છે.
ન્યૂઝીલેન્ડનો બીજો ખેલાડી રચિન રવિન્દ્ર પણ મિડલ ઓર્ડરમાં સ્થાન મેળવવાનો દાવેદાર છે. KKR ની સૌથી મોટી ચિંતા સુનીલ નારાયણ અને ભારતીય સ્પિનર વણ ચક્રવર્તીનું નબળું પ્રદર્શન રહ્યું છે.
એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, આ સ્પિન જોડી આ મેચમાં બેન્ચ પર રહેશે. KKR માટે બીજી ચિંતા કેમેરોન ગ્રીનની નિષ્ફળતા છે, જેને તેણે 25.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

