Bhavnagar તા.10
ભાવનગરના પૂર્વ મેયર અને ભાજપના વરિષ્ઠ આગેવાન ભરત બારડની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં બાદબાકી થતાં સ્થાનિક સંગઠનમાં નારાજગીના સૂર ઉઠ્યા છે. પ્રદેશ કાર્યાલય ‘કમલમ’ ખાતે યોજાયેલી મહત્વની બેઠકમાં શહેરના પૂર્વ પ્રથમ નાગરિક એવા ભરત બારડને આમંત્રણ ન મળતા વિવાદ સર્જાયો છે.
પક્ષના જૂના અને પાયાના કાર્યકર્તા હોવા છતાં, ટિકિટ વિતરણ જેવી ગંભીર પ્રક્રિયામાં તેમનો કોઈ અભિપ્રાય લેવામાં ન આવતા ભરત બારડે જાહેરમાં પોતાની અવઢવ અને નારાજગી વ્યક્ત કરી છે. શહેરના પ્રથમ નાગરિક તરીકે ભૂતકાળમાં કરેલી કામગીરીનું યોગ્ય આકલન થવું જરૂરી છે, પરંતુ પ્રદેશ સ્તરે યોજાયેલી બેઠકમાં તેમની સદંતર અવગણના કરવામાં આવતા આશ્ચર્ય ફેલાયું છે.
એક તરફ પક્ષ શિસ્ત અને સંગઠનની વાતો કરી રહ્યો છે, ત્યારે બીજી તરફ કદાવર નેતાઓની આવી બાદબાકીથી કાર્યકરોમાં પણ કચવાટ જોવા મળી રહ્યો છે.

