(મિલન જોશી દ્વારા)
Junagadh તા.૨૦
Keshodમાં એકલી રહેતી માતાને મુંઢમાર મારી, મૃત્યુના ભયમાં મુકી, પુત્ર રૂ. ૧૫.૬૦ લાખના રોકડ, દાગીના અને મોટર સાયકલ લઈ ગયો હોવાની ઘટના પોલીસ દફતરે નોંધાઈ છે.
પોલીસ માંથી પ્રાપ્ત વિગતો મુજબ, Keshodના રાધા રમણ સોસાયટી, રેલ્વે પાટા સામે રહેતા પ્રફુલાબેન ડો/ઓ જેન્તીભાઇ ઓધવજીભાઇ દવે (ઉ.વ.૫૦) એ તેમના દીકરા દિપભાઇ પ્રધ્યુમનભાઇ વ્યાસ (રહે. મધુરમ મામાદેવના મંદીર પાસે, જુનાગઢ) સામે કેશોદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, આરોપી દિપભાઇ વ્યાસ એ ફરીયાદી પ્રફુલાબેનનો હાથ પકડી, મુંઢમાર મારી, ગળું દબાવી, મૃત્યુના ભયમાં મુકી, ઘરમા રાખેલ રોકડ રૂ. ૫,૦૦,૦૦૦ તથા સોનાના અલગ અલગ દાગીના કિંમત રૂ. ૧૦,૦૦,૦૦૦ ના તેમજ હીરો કંપની મો.સા કિં. રૂ. ૬૦,૦૦૦ મળી કુલ રૂ. ૧૫,૬૦,૦૦૦ ની રોકડ તથા મુદામાલ બળજબરીથી કઢાવી લઇ ગયેલ છે. જે અંગે કેશોદ પોલીસે આરોપી સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે પોલીસના જણાવ્યા મુજબ, ફરિયાદી મહિલાના અમુક વર્ષો પહેલા તેમના પતિ સાથે છૂટાછેડા થયેલા અને તેમના આરોપી પુત્ર દીપ સાથે રહેતા હતા, બાદમાં પુત્ર અમદાવાદ અને હાલમાં જુનાગઢ ખાતે અલગ ભાડાના મકાનમાં રહી ધંધો કરી રહ્યો છે.

