(મિલન જોશી દ્વારા)
Junagadh તા.૨૦
Junagadh વંથલી નજીકના ઓઝત પુલ પાસે કોઈ અજાણ્યા વાહન ચાલકે મોટર સાઇકલને હડફેટે લઈ સર્જેલા અકસ્માતમાં ટીનમસ ગામના એક યુવકનું કરુણ મોત નીપજ્યું હતું. વંથલી તાલુકાના ટીનમસ ગામે રહેતા ભરતભાઇ ડાયાભાઇ પરમાર પોતાનાં ઘર ટીનમસ ગામેથી જુનાગઢ સોરઠ ડેરીએ પોતાનું મોટર સાઇકલ લઇ જતા હતા, ત્યારે ઓઝત પુલ પાસે પહોચતા કોઇ અજાણ્યા વાહન ચાલકએ પોતાનું હવાલાનું વાહન બેફિકરાઇ અને ગફલત ભરી રીતે માનવ જીંદગી જોખમાઇ તે રીતે ચલાવી, ભરતભાઇ પરમારની મોટર સાઇકલને હડફેટે લેતા સર્જેલા અકસ્માતમાં ભરતભાઇ પરમારને માથાનાં ભાગે તેમજ શરીરે ગંભીર ઇજાઓ પહોચતા, ભરતભાઇ પરમારનું મોત નિપજયુ હતું. આ અકસ્માત કરી, અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઇ નાશી ગયો હોવાની દેવજીભાઇ મક્કાભાઇ પરમાર એ વંથલી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુન્હો નોંધી, અકસ્માત સર્જનાર વાહન અને વાહન ચાલકની તપાસ હાથ ધરી છે.

