(મિલાપ રૂપારેલ) Amreli તા.10
ધારી તાલુકાના જીરા ગામે રહેતાં એક 54 વર્ષીય આધેડના મોબાઇલ ફોનમાં રહેલ વ્હોટસએપ એપ્લીકેશન કોઈપણ રીતે હેક કરી લઈ, તેના વડે આધેડના મોબાઇલ ફોનમાં પી.એમ.યોજના નામની એપ્લીકેશન (એ.પી.કે. ફાઇલ) ડાઉનલોડ કરી લોન તથા આધેડના બેન્ક ખાતામાં પડેલ રકમ મળી કુલ રૂપિયા 5,99,990 આરોપીઓએ પોતાનાં બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લઇ તે પૈસા ઉપાડી લઇ આધેડ સાથે ઓનલાઇન વિશ્વાસધાત છેતરપીડી કર્યાની આધેડે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
પંજાબ નેશનલ બેન્કના એકાઉન્ટ ધારક તથા કેનેરા બેન્કના એકાઉન્ટ ધારક તથા એચ.ડી.એફ.સી. બેન્કના એકાઉન્ટના ધારક અજાણ્યા ઇસમે ગત તા.23/12/25 થી તા.29/12/25 ના સમય દરમીયાન કોઇપણ સમયે કોઇપણ રીતે ધારી તાલુકાના જીરા ગામે રહેતાં કનુભાઇ જેરામભાઇ નાકરાણી નામનાં 54 વર્ષીય આધેડના મોબાઇલ ફોનમાં રહેલ વ્હોટસએપ એપ્લીકેશન કોઈપણ રીતે હેક કરી લઈ, તેના વડે આધેડના મોબાઇલ ફોનમાં પી.એમ.યોજના નામની એપ્લીકેશન (એ.પી.કે. ફાઇલ) ડાઉનલોડ કરી તેને બેકગ્રાઉન્ડમાં ચાલુ રાખી અધેડાના મોબાઇલ ફોનમાં આવતા તમામ ટેકસ મેસેજ આરોપીઓએ પોતાના મોબાઇલ ફોનમાં ટ્રાન્સફર કરી લઇ આધેડના એસ.બી.આઇ.બેન્ક એકાઉન્ટમાંથી યોનો એપ્લીકેશન મારફતે રૂપિયા 5,04,000 લોન મંજુર કરાવી લઇ અને તે લોનના પૈસા તથા આધેડના એસ.બી.આઇ. બેન્ક એકાઉન્ટમાં પડેલા પૈસા મળી કુલ રૂપિયા 5,99,990 આરોપીઓએ પોતાનાં બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લઇ તે પૈસા ઉપાડી લઇ આધેડ સાથે ઓનલાઇન વિશ્વાસધાત છેતરપીડી કર્યાની આધેડે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

