Junagadh, તા.10
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી નવ તાલુકા પંચાયતોની ચૂંટણી કેશોદ નગરપાલિકા અને બાંટવા એક વોર્ડની બે સીટમાં ભાજપ-આપ-કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે.જૂનાગઢ જિલ્લા પંચાયતની 60 બેઠકો ઉપરાંત ભેંસાણ, વિસાવદર, માળીયા હાટીના, માંગરોળ, મેંદરડા, કેશોદ સહિત 9 તાલુકા પંચાયતો, કેશોદ નગરપાલિકામાં ફોર્મ ભરાઇ રજુ થઇ રહ્યા છે.
જૂનાગઢ જિલ્લા પંચાયતમાં 62, તાલુકા પંચાયત નવમાં 289, નગરપાલિકામાં 18 ઉમેદવાર પત્રકોનું વિતરણ થવા પામેલ છે. જેમાંથી જૂનાગઢ જિલ્લા પંચાયતમાં 90, નગરપાલિકામાં ત્રણ ફોર્મ રજુ થયા છે. આજથી ફોર્મ રજુ કરવાની ભીડ આવતીકાલ બપોર સુધીમાં રહેશે તેવું જોવા મળી રહ્યું છે.

