New Delhi તા.10
દેશમાં વસ્તીગણતરીની સાથે થનારી જાતિ જનગણના રોકવાની એક અરજી સર્વોચ્ચ અદાલતે ફગાવી હતી. સુપ્રીમકોર્ટ સમક્ષ થયેલી અરજીમાં જાતિ જનગણના રોકવા ઉપરાંત દેશના સંસાધનોના ઉપયોગમાં જનસંખ્યાની જવાબદારી એટલે કે જે લોકો ઓછા સંતાનો ધરાવતા હોય તેને પ્રાથમીકતા મળે તેવી માંગણી કરવામાં આવી હતી.
એટલું જ નહી એક બાળકવાળા પરિવારને આર્થિક પ્રોત્સાહન આપવાની પણ રીટ કરવામાં આવી હતી. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ સુર્યકાંતની ખંડપીઠે આ અરજીમાં ભાષા સામે પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો.
આવી અભદ્ર ભાષા શા માટે ઉપયોગ કરાય છે તે પ્રશ્ન પૂછીને અરજદારને ફટકાર લગાવી હતી અને અરજી સાંભળવાનો પણ ઈન્કાર કરી દીધો હતો.

