એક્ટિવા, સ્કોર્પિયો અને મકાનમાંથી Alcoholની 1342 બોટલ પકડી પાડી: રૂ.15.42 લાખના મુદામાલ સાથે ધરપકડ
Rajkot
પડધરીમાં બુટલેગરે ઘરને જ Alcohol નું ગોડાઉન બનાવી દિધું હોવાનું સામે આવ્યું છે. સ્થાનીક પોલીસે પાડેલ દરોડામાં રૂ.4.62 લાખના Alcohol સાથે મકાન માલિકની ધરપકડ કરી કુલ રૂ.15.42 લાખનો મુદામાલ કબ્જે કરી હતી.
દરોડાની વિગત મુજબ, પડધરી પીઆઈ એમ.જી. ચૌહાણ, એએસઆઈ ભગીરથસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ ઝાલા, કોન્સ્ટેબલ સાગરભાઈ ખટાણા, અશોકભાઈ ડાંગર અને વસંતભાઈ ભુંડીયા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે બાતમી મળેલ કે, પડધરીનો રાજદિપસિંહ ચૌહાણ પોતાના રહેણાંક મકાનેથી પોતાની ગાડીમાં વિદેશી દારૂ ભરી વેચાણ અર્થે નીકળનાર છે, જે ચોક્કસ બાતમીના આધારે ટીમે પડધરી શાક માર્કેટ બજાર નજીક વાલજીભાઈ પાર્કમાં રીધ્ધી સિધ્ધી સ્કુલની બાજુમાં આવેલ મકાનમાં દરોડો પાડી ત્યાં હાજર શખ્સને નામ પૂછતા પોતાનું નામ રાજદિપસિંહ વિજયસિંહ ચૌહાણ (ઉ.વ.28) હોવાનું જણાવેલ હતુંપોલીસની ટીમે ઘરમાં તપાસ કરતાં ફળીયામાં એક એક્ટીવા પડેલ જોવામાં આવેલ એક્ટીવાની ડેકી ખોલી જોતા ઈંગ્લીશ દારૂની કંપની બોટલો ભરેલ જોવામાં આવેલ જેથી 35 દારૂની બોટલ કબ્જે કરી મકાનના ફળીયામાં એક સ્કોર્પીયો કાર જોવામાં આવેલ જે કારમાં જોતા અલગ અલગ બ્રાન્ડની દારૂની 86 બોટલ મળી આવેલ તેમજ કારની ડેકીમા એક નંબર પ્લેટ પડેલ હતી અને કારમાં આગળ પાછળ નંબર જોતા નંબર પ્લેટ જોવામાં આવેલ નહી. જે બાદ ઘરમાં તપાસ કરતાં દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે કુલ દારૂની બોટલ 1342 રૂ.4.62 લાખ, સ્કોર્પિયો કાર, એક્ટિવા સહિત કુલ રૂ.15.42 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. હાલ પોલીસે આ દારૂ ક્યાંથી લાવ્યો અને ક્યાં સપ્લાય કરવાનો હતો તે અંગે તપાસનો ધમધમાટ આદર્યો હતો.

