(રવિ નિમાવત દ્વારા) Morbi તા.21:
ટંકારાની દયાનંદ નગર સોસાયટીમાં રહેતા વેપારીની શ્રી રામ સેલ્સ એજન્સી નામની દુકાનને નિશાન બનાવી અજાણ્યા ચોર ઇસમો હજારો રૂપિયાની મત્તાની ચોરી કરી નાસી છૂટ્યા હતા. વહેલી સવારે સ્વિફ્ટ કારમાં આવેલા અજાણ્યા તસ્કરો દુકાનનું શટર તોડીને Tobacco ચોરી કરી ગયા હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઘટનાની વિગત મુજબ, પનારા ચેમ્બર્સની દુકાન નંબર 14 માં હિતેષભાઇ રમેશભાઇ ભટાસણા “શ્રી રામ સેલ્સ એજન્સી” નામની દુકાન ધરાવે છે. વહેલી સવારે આશરે 04: 30 વાગ્યાની આસપાસ સ્વિફ્ટ કારમાં આવેલા અજાણ્યા ચોર ઇસમોએ આ દુકાનના શટરના તાળા તોડ્યા હતા. તસ્કરોએ દુકાનમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી અંદર રાખેલા બાગબાન Tobaccoના કાર્ટુન, જેમાં 16 નંગ ડબલા હતા, જેની કુલ કિંમત 53,920 થાય છે, તેની ચોરી કરી લીધી હતી. આ મામલે વેપારી દ્વારા ટંકારા પોલીસ મથકમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે તસ્કરોને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

