Mithapur, તા.11
દ્વારકા રૂપેણ બંદરે હોડી રાખવાના મામલે બે જૂથ વચ્ચે બઘટાડી બોલતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. હોડી રાખવાના મામલે પ્રથમ શાબ્દીક યુઘ્ધ થયા પછી મામલો ઉગ્ર બન્યો હતો અને બન્ને પક્ષો સામસામે મારામારી થઈ હતી. આ બઘડાટીમાં કુલ ચાર લોકો ઘાયલ થયા હતા અને તમામને દ્વારકામાં જ સારવારમાં ખસેડાયા હતા. ચારમાંથી એકની સ્થિતી નાજુક જણાતા વધુ સારવાર માટે જામનગર ખસેડેલ છે. બનાવની જાણ થતા સ્થાનીક પોલીસે ઘટના સ્થળે પહોંચીને પરીસ્થિતી પર કાબુ મેળવેલ હતો અને ઈજાગ્રસ્તો ત્થા સાક્ષીઓના નિવેદન લીધા પછી વધુ તપાસ હાથ ધરી છે. બનાવ બનતા જ આ વિસ્તારમાં તંગદીલી જેવી સ્થિતી ઉભી થઈ હતી પરંતુ પોલીસે સમયસર પહોંચીને પરીસ્થિતિ પર કાબુ મેળવેલ હતો.

