New Delhi,તા.13
છેલ્લા ઘણા સમયથી બિહારના રાજકારણમાં ઉથલપાથલ જોવા મળી છે. રાજ્યના મુખ્યમંત્રી નીતિશ કુમારા રાજ્યસભામાં શપથ લઈ લીધા છે, ત્યારે હવે બિહારમાં નવા મુખ્યમંત્રીનું નામ જાહેર કરાવની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને બિહારના નવા સીએમના નામ પર મહોર મારવાની જવાબદારી સોંપાઈ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ભારતીય જનતા પાર્ટીએ શિવરાજ સિંહ ચૌહાણને બિહારમાં પર્યવેશન બનાવ્યા છે. ભાજપ મહાસચિવ અરૂણ સિંહ દ્વારા જાહેર કરાયેલ પ્રેસ રિલીઝમાં આ માહિતી અપાઈ છે. જોકે વિધાયક દળની બેઠક ક્યારે યોજાશે અને નવા મુખ્યમંત્રીનું નામ ક્યારે જાહેર કરાશે, તે અંગેની કોઈપણ તારીખ જાહેર કરાઈ નથી. બીજીતરફ એવી માહિતી સામે આવી છે કે, 14 એપ્રિલે નીતિશ કેબિનેટની છેલ્લી બેઠક યોજાવાની સંભાવના છે. ત્યારબાદ નવા મુખ્યમંત્રીના નામ પર મહોર મારવામાં આવશે.

