Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    America માં ગુજરાતીઓ ટ્રમ્પની નીતિથી પરેશાન

    June 1, 2026

    Cockroaches Janata Party રોડ પરઃ સર્વાઈવલ સેલ્ફી અભિયાન

    June 1, 2026

    લોકતંત્રમાં દરેક અવાજને સ્થાન : Cockroach Janata Party પર સંઘનો પ્રતિભાવ

    June 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • America માં ગુજરાતીઓ ટ્રમ્પની નીતિથી પરેશાન
    • Cockroaches Janata Party રોડ પરઃ સર્વાઈવલ સેલ્ફી અભિયાન
    • લોકતંત્રમાં દરેક અવાજને સ્થાન : Cockroach Janata Party પર સંઘનો પ્રતિભાવ
    • Commercial Gas તથા છોટુ સિલીન્ડરના ભાવ ફરી વધ્યા
    • Gujarat સહિતની 24 રાજયસભા બેઠક માટે મોદી – શાહની બેઠક
    • Government Projects સમયસર પુરા નહી થતા રૂા.5.65 લાખ કરોડનો વેડફાટ
    • Kuwait પર ઇરાનનો મિસાઇલ તથા ડ્રોન એટેક
    • Rajkot સહિત રાજ્યભરમાં સૌપ્રથમવાર ડીજીટલ માધ્યમથી વસ્તી ગણતરીનો પ્રારંભ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મુખ્ય સમાચાર»Rajkot સહિત રાજ્યભરમાં સૌપ્રથમવાર ડીજીટલ માધ્યમથી વસ્તી ગણતરીનો પ્રારંભ
    મુખ્ય સમાચાર

    Rajkot સહિત રાજ્યભરમાં સૌપ્રથમવાર ડીજીટલ માધ્યમથી વસ્તી ગણતરીનો પ્રારંભ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 1, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot, તા. 1
    રાજકોટ સહિત રાજયભરમાં આજથી સૌપ્રથમવાર વસ્તી ગણતરી જનગણના-2027નો આજથી પ્રારંભ થયો છે. જે આ શ્રેણીની 16મી અને આઝાદી પછીની 8મી જનગણના છે.

    જે સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી હાથ ધરવામાં આવી છે. આ અગાઉ વર્ષ 2011માં જનગણના કરવામાં આવી હતી. વસ્તી ગણતરી નિયામક સુજલ જે. મયાત્રાએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યભરમાં આજે તા.1 જૂન, 2026 થી 30 જૂન, 2026 દરમિયાન ઘર-યાદી અને મકાનોની ગણતરી હાથ ધરવામાં આવી છે.

    આ તબક્કામાં ગણતરીદારો દ્વારા આવાસની સ્થિતિ, કુટુંબની વિગતો, પીવાના પાણીનો સ્ત્રોત, શૌચાલયની સુવિધા અને અન્ય અસ્કયામતો સહિત કુલ 33 પ્રશ્નો પૂછવામાં આવશે.

    જ્યારે બીજા તબક્કામાં તા. 9 ફેબ્રુઆરી થી 28 ફેબ્રુઆરી, 2027 દરમિયાન વસ્તીની ગણતરી  અને જાતિ ગણતરી હાથ ધરવામાં આવશે. આ તબક્કા દરમિયાન જ દેશભરમાં વસ્તી ગણતરીની સાથે-સાથે જાતિ ગણતરીની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવશે.

    દેશભરમાં ચાલી રહેલી વસ્તી ગણતરી-2027 અંતર્ગત ગુજરાતમાં તા.17 મે-2026થી શરૂ થયેલી સ્વ-ગણતરી ઝુંબેશમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યમંત્રી મંડળના સભ્યો, મુખ્ય સચિવ સહિત વરિષ્ઠ સચિવો, જિલ્લા કલેક્ટરો, મહાનગરપાલિકા કમિશ્નરો, સહિત જાગૃત નાગરિકો સ્વ-ગણતરી અંતર્ગત ફોર્મ ભરીને વસ્તી ગણતરી અભિયાનમાં સહભાગી બન્યા છે.

    વસ્તી ગણતરી-2027 અંતર્ગત ગુજરાતમાં તા. 30 મે 2026ની સ્થિતિએ કુલ 3.74 લાખથી વધુ નાગરિકોએ સ્વ-ગણતરી માટે ફોર્મ ભર્યું છે.જેમાંથી 3.30 લાખની કામગીરી પૂર્ણ થઈ છે, જ્યારે બાકીના 44 હજારના સ્વ-ગણતરી ફોર્મ પ્રક્રિયામાં છે.

    રાજ્યના તમામ જિલ્લા, મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ ગામડાઓમાં વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી છે. આ વસ્તી ગણતરીમાં 1,10,598 હાઉસ લિસ્ટિંગ બ્લોક્સ, 1,09,038 ગણતરીદારો તેમજ 18,254 સુપરવાઇઝરનો સમાવેશ થાય છે. આ અભિયાનને સફળ બનાવવા માટે ગણતરીદારો, સુપરવાઇઝર અને અન્ય વસ્તી ગણના અધિકારીઓને ત્રણ તબક્કામાં તાલીમ પણ આપવામાં આવી છે.

    નોંધનીય છે કે, આ વખતની જનગણનામાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. એન્ડ્રોઇડ અને iOS એપ પર ગુજરાતી સહિત કુલ 16 ભાષાઓમાં તેમજ ઓફલાઇન ડેટા એકત્રિત કરવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

    નાગરિકો પોતે જ પોતાની વિગતો ઓનલાઈન ભરી શકે તે માટે ‘સ્વ-ગણતરી’ (Self-Enumeration) નો વિશેષ વિકલ્પ આપવામાં આવ્યો હતો, જેમાં ઉત્તરદાતાઓએ તા. 17 થી 31 મે, 2026 દરમિયાન અધિકૃત પોર્ટલ પર પોતાની વિગતો જાતે નોંધાવી છે.

    વધુમાં, જનગણના અધિનિયમ, 1948 અને જનગણના નિયમો, 1990ની જોગવાઈ હેઠળ એકત્રિત કરાયેલી તમામ વ્યક્તિગત માહિતી સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે. આ વિગતોનો ઉપયોગ કાનૂની કે કરવેરાના હેતુઓ માટે થઈ શકશે નહીં. કાયદા અનુસાર દેશના દરેક નાગરિકે સાચી અને સંપૂર્ણ માહિતી આપવી અનિવાર્ય છે. માહિતી આપવાનો ઇનકાર કરવા બદલ કાયદામાં દંડની જોગવાઈ પણ છે.

    જનગણના અંગે કોઈ પણ પૂછપરછ કરવી હોય ,મૂંઝવણ  હોય તો ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર 1855 અને અધિકૃત વેબસાઇટ www.censusindia.gov.in નો સંપર્ક કરવા જનગણના કાર્ય નિર્દેશાલય, ગુજરાત દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

    Census begins digital means first time
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    America માં ગુજરાતીઓ ટ્રમ્પની નીતિથી પરેશાન

    June 1, 2026
    રાષ્ટ્રીય

    Cockroaches Janata Party રોડ પરઃ સર્વાઈવલ સેલ્ફી અભિયાન

    June 1, 2026
    રાષ્ટ્રીય

    લોકતંત્રમાં દરેક અવાજને સ્થાન : Cockroach Janata Party પર સંઘનો પ્રતિભાવ

    June 1, 2026
    રાષ્ટ્રીય

    Commercial Gas તથા છોટુ સિલીન્ડરના ભાવ ફરી વધ્યા

    June 1, 2026
    રાષ્ટ્રીય

    Gujarat સહિતની 24 રાજયસભા બેઠક માટે મોદી – શાહની બેઠક

    June 1, 2026
    રાષ્ટ્રીય

    Government Projects સમયસર પુરા નહી થતા રૂા.5.65 લાખ કરોડનો વેડફાટ

    June 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    America માં ગુજરાતીઓ ટ્રમ્પની નીતિથી પરેશાન

    June 1, 2026

    Cockroaches Janata Party રોડ પરઃ સર્વાઈવલ સેલ્ફી અભિયાન

    June 1, 2026

    લોકતંત્રમાં દરેક અવાજને સ્થાન : Cockroach Janata Party પર સંઘનો પ્રતિભાવ

    June 1, 2026

    Commercial Gas તથા છોટુ સિલીન્ડરના ભાવ ફરી વધ્યા

    June 1, 2026

    Gujarat સહિતની 24 રાજયસભા બેઠક માટે મોદી – શાહની બેઠક

    June 1, 2026

    Government Projects સમયસર પુરા નહી થતા રૂા.5.65 લાખ કરોડનો વેડફાટ

    June 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    America માં ગુજરાતીઓ ટ્રમ્પની નીતિથી પરેશાન

    June 1, 2026

    Cockroaches Janata Party રોડ પરઃ સર્વાઈવલ સેલ્ફી અભિયાન

    June 1, 2026

    લોકતંત્રમાં દરેક અવાજને સ્થાન : Cockroach Janata Party પર સંઘનો પ્રતિભાવ

    June 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.