Jetpur,તા.14
જેતપુરમાં વેપારી પરીવાર પર તીક્ષ્ણ હથીયારથી હુમલો કરી હત્યાનો પ્રયાસનો બનાવ સામે આવતાં પોલીસમાં દોડધામ મચી ગઈ હતી. પુત્રના મિત્રની માથાકૂટનો ખાર રાખી છ શખ્સો લાયન્સ સ્કૂલની બાજુમાં રહેતાં ખોડીદાસભાઈ ઘરે ઘસી આવી દહેશત મચાવી બેફામ વાણી વિલાસ કરી તલવાર, લોખંડના પાઈપ, છરીથી હુમલો કરતાં અનેક લોકો ઘવાયા હતાં. પોલીસે હત્યાનો પ્રયાસ, રાયોટીંગ, તોડફોડ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તમામ આરોપીની ધરપકડ કરી હતી.
બનાવ અંગે જેતપુરમાં જૂનાગઢ રોડ પર લાયન્સ સ્કૂલની બાજુમાં રહેતાં ખોડીદાસભાઈ મેઘજીભાઈ દાફડા (ઉ.વ.૪૦) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપીતરીકે આશિષ માધા ચાવડા, જયદીપ ધીરુ ચાવડા, દેવ અનિલ ચાવડા, રોહન દિનેશ ચાવડા, આશીષનો સાળો કેવલ ગોહિલ, આશિષનો ભાઈ નિખિલ માધા ચાવડા પોલીસે હત્યાનો પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી. તેમનો દીકરો રાહુલ આવેલ અને જણાવેલ કે, રાહુલ તથા તેનો મિત્ર કરણ રાત્રીના ગુણાતીત નગર પાસે આવેલ ગ્રાઉન્ડમાં બેસેલા હતા તે દરમ્યાન જેતપુર રણુજા સોસાયટી ખાતે રહેતો આશિષ ચાવડા અને જયદીપ ચાવડાએ કરણને ગાળો આપેલ અને ફરીયાદીના દીકરાને ઘરે જવા કહેલ જેથી રાહુલ ઘરે આવી ગયેલ હતો.
આશિષ ચાવડા બાઈકમાં ઘર પાસે આવેલ અને રોડ ઉપર ઊભા ઊભા ગાળો બોલતો હતો. જેથી ફરીયાદી ઘરની બહાર નીકળેલ અને આશિષને ગાળો નહી બોલવા અને ઝઘડો નહી કરવા સમજાવતો હતો જે દરમ્યાન આશિષ ત્યાંથી જતો રહેલ હતો.
આરોપી તલવાર, પાઈપ, છરી સહિતના ઘાતકી હથીયાર સાથે ઘસી આવ્યાં હતાં અને બેફામ ગાળો આપી વાણી વિલાસ કરતાં હતાં. જયદીપ ચાવડા તથા આશીષ ચાવડા કહેવા લાગેલ કે, આજ તમને જીવતા નથી મુકવાના એકાદ ને તો પતાવી દેવો છે, તેમ કહી આ આશિષ ચાવડા દોડીનેઘસી આવેલ અને મારી નાખવાના ઈરાદે પાઈપથી હુમલો કરી દિધો હતો.
જે દરમ્યાન ભાઈની પત્ની લતાબેન અનિલભાઈ દાફડા વચ્ચે પડતાં તેને પણ ગળાના ભાગે પાઈપ મારી દીધેલ તથા દીકરા રાહુલ ઉપર આશીષે છરીનો ઘા ઝીંકી દિધો હતો. આરોપીઓ ઘરની બહાર પડેલ મારી સ્વીફટ કાર પર લોખંડના પાઈપ તથા તલવારો મારી તોડફોડ કરી બાદમાં જતાં રહેલ હતાં. આશિષ ચાવડા તથા જયદીપ ચાવડા બોલવા લાગેલ કે, ખોડા એક વખત રોડ ઉપર આવતો રે, છરીના ઘોદા મારી દઈએ કે નહી ” તેવું કહેવા લાગેલ અને ત્યાંથી જતાં રહેલ હતા. જે બાદ તેઓએ ૧૧૨ માં ફોન કરતાં પોલીસ આવી ગયેલ હતી અને બાદમાં ૧૦૮ મારફત ઇજાગ્રસ્ત ફરીયાદી સહિતના લોકોને સારવાર અર્થે ખસેડયા હતાં.

