(મિલાપ રૂપારેલ) Amreli, તા.14
લાઠી તાલુકાના ભીંગરાડ ગામે રહેતાં એક ખેડુતના ફોનમાં ફોન કરી ગુન્હાહિત કાવતરૂ રચી ખેડૂતને વિશ્વાસમાં લઇ આરોપીએ ખેડૂતને ઇનામમાં રૂપિયા 9,30,000 ની ફોર વ્હીલ ગાડી લાગેલ છે. તેવી વાતચીતમાં વ્યસ્ત રાખી અને ગુગલ પે એકાઉન્ટ મારફતે અલગ અલગ રકમના કુલ 10 ટ્રાન્જેક્શન કરાવી કુલ રૂપિયા 2,90,800 મેળવી લઈ ખેડૂત સાથે છેતરપીંડી તથા વિશ્વાસઘાત કર્યાંની અજાણ્યા આરોપી સામે પોલીસમાં ફરિયાદ નોંધાય છે.
કોઈ અજાણ્યા આરોપીઓએ અલગ અલગ તેમનાં મોબાઇલ નંબરોમાંથી લાઠી તાલુકાના ભીંગરાડ ગામે રહેતાં વિનુભાઇ હરીભાઇ કાકડીયા નામનાં 54 વર્ષીય ખેડુતના ફોનમાં ફોન કરી ગુન્હાહિત કાવતરૂ રચી ખેડૂતને વિશ્વાસમાં લઇ આરોપીએ ખેડૂતને ઇનામમાં રૂપિયા 9,30,000 ની ફોર વ્હીલ ગાડી લાગેલ છે.
તેવી વાતચીતમાં વ્યસ્ત રાખી અને ગુગલ પે એકાઉન્ટ મારફતે અલગ અલગ રકમના કુલ 10 ટ્રાન્જેક્શન કરાવી કુલ રૂપિયા 2,90,800 મેળવી લઈ ખેડૂત સાથે છેતરપીંડી તથા વિશ્વાસઘાત કર્યાંની પોલીસમાં ફરિયાદ નોંધાય છે.
હુમલો
ખાંભા તાલુકાના મોટા બારમણ ગામે આવેલ પ્લોટ વિસ્તારમાં રહેતાં યુવરાજભાઇ મધુભાઇ ચાંદુ નામના 26 વર્ષીય યુવકને આજથી આશરે ચારેક મહીના પહેલા તેમના સગા માસીયાઇ બેન અજનાબેન અનકભાઇ ખાચર (રહે.ભાવરડી) વાળી તે જ ગામે રહેતાં કમલેશભાઇ લખુભાઇ ધાખડા નામનાં આરોપીની સાથે જતી રહેલ હોય જે બાબતે યુવકને આરોપીની સાથે મોબાઇલ ફોનમાં બોલાચાલી થયેલ હતી.
જે બાબતનું મનદૂ:ખ રાખી આરોપીએ ફોરવ્હીલ ગાડી નાખી યુવકને ઉભાં રાખેલ. ફોરવ્હીલમાંથી આરોપી સહિત ત્રણ માણસો ઉતરી લોખંડના પાઇપના ઘા મારી તેને પુલની નીચે પછાડી દીધેલ હતા. આ અંગે યુવકે પોલીસમાં ફરિયાદ નોંધાય છે.

