Amreli,તા.15
અમરેલી સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. એમ.એમ.ઝાલાના માર્ગદર્શન હેઠળ અમરેલી સીટી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમને મળેલ ચોક્કસ બાતમીના આધારે અમરેલીના સ્ટેશન રોડ, મેમણ બોર્ડીંગની સામે આવેલ હાઉસીંગ સોસાયટીમાં જવાના માર્ગ પરથી જુનાગઢ ગામે ઝાંઝરડા રોડ ઉપર આવેલ ચિત્રાસ એપાર્ટમેન્ટમાં રહેતાં આરોપી પ્રતિકભાઈ અમૃતલાલ મારડીયા નામનાં ઇસમને અત્યારે ચાલી રહેલ ઈંઙક ક્રીકેટ મેચનો મોબાઈલ ફોનમા ઓનલાઇન સટ્ટો રમતા રોકડ રકમ 24,400 તથા મોબાઇલ ફોન કિંમત 60,000 મળી કુલ રૂપિયા 84,400 ના મુદ્દામાલ સાથે પકડી પાડી અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા ક.12(અ) મુજબની કાર્યવાહી કરી હતી.

