New Delhi,તા.15
તમો જીમ કે જોગીંગમાં જે બ્રાન્ડેડ સ્પોર્ટસ વેર પહેરો છો તે તમારા સ્વાસ્થ્ય માટે કેટલું સલામત છે તેનો કદી વિચાર કર્યો છે. બોડી બનાવવા જતા કે ચુસ્ત સ્ફુટ રહેવા માટે તમો વર્કઆઉટ તરીકે પ્રખ્યાત થયેલી રોજબરોજની કસરત કરો તે સારી બાબત છે પણ તમો તેના માટે જે સ્પોર્ટસવેર કે એકટીવ વેર તરીકે બ્રાન્ડેડ કપડા મળે છે તે તમારા આરોગ્યને જોખમમાં મુકી શકે છે.
આ અંગે અમેરિકામાં નિષ્ણાંતોએ ચેતવણી આપી છે કે, કન્ફર્ટ લેવલ એટલે કે તમો આ પ્રકારના સ્પોર્ટસવેર પહેરીને સાનુકુળતા સમજતા હો- `શો’ પણ થતો હોય પણ તે લાંબા ગાળે તમારા સ્વાસ્થ્યને હાની પહોંચાડે છે.
આ અંગે ચામડીના રોગોના નિષ્ણાંત ડો. કેબીટ સરઘાનાના મંતવ્ય મુજબ મોટાભાગના સ્પોર્ટસવેર પ્લાસ્ટીક આધારિત પોલીવેરમાંથી બને છે જે તમો જોગીંગ કે જીમમાં પરસેવો પાડો તે સમયે આ સ્પોર્ટસવેરમાંથી ખાસ પ્રકારના જે કેમીકલ રિલીઝ થાય છે તે પરસેવા સાથે ભળી જાય છે જે તમારી ચામડીને માટે નુકશાનકારક છે.
આ પ્રકારના સિન્થેટીક ટાઈટ કપડા તમારા શરીરમાં ફંગલ, ઈન્ફેકશન, ચામડીમાં ખંજવાળ, ચકમા અને તેમાંથી ચામડીના રોગોને વિસ્તરવાની તક મળે છે અને તે લાંબાગાળે ગામડા કે કોઈ ઘાવમાં ઈન્ફેકશન વધારે છે.
આ અંગે તા.13ના રોજ અમેરિકાના ટેકસાસમાં એટર્ની જનરલ કેન્દ્ર પેક્ષટોન એ કેટલાક સ્પોર્ટસવેર સામે તપાસના આદેશ આપ્યા તે બાદ આ અંગે વધુ માહિતી બહાર આવી હતી.
સ્પોર્ટસવેરમાં તેને ફીટ રાખવા માટે જે કેમીકલનો ઉપયોગ થાય છે તે તમારી ચામડીની અંદર જઈને એન્ડોકાઈન સિસ્ટમ આપણા શરીરથી જે વિવિધ ગ્રંથીમાં જે અલગ અલગ પ્રકારના હોર્મોન ઉત્પાદનનું કામ કરે છે અને તેને નિયંત્રીત કરે છે તેને સીધી અસરમાં કેમીકલના આધારે થાય છે. આ પ્રકારના સ્પોર્ટસવેર ઢીલા ન પડે તે પરસેવો ચુસ્ત લે છે અને શરીરની ગંધ પણ બહાર આવવા દેતા નથી તેવા તમામ માટે અનેક પ્રકારના કેમીકલ તેમાં વપરાય છે.
હવે આ અંગે સિન્થેટીક જીમ વેર એ બહું સામાન્ય બની ગયા છે. તેમાં પીએફએએસ જેવા કેમીકલ મિશ્રણનો ઉપયોગ થાય છે અને આ કેમીકલ એ વૈકલ્પિક રીતે હોર્મોનને ડિસ્ટર્બ એટલે કે તેનું જે મૂળ કામ છે તેને એક નકારાત્મક અસર કરે છે તે પુરવાર થયુ છે અને ભારતમાં તે કેમીકલનો સ્પોર્ટસવેર બનાવવામાં ખૂબ જ ઉપયોગ થાય છે.

