Sydney, તા.15
વિશ્વ ક્રિકેટના દિગ્ગજ સ્પિનર શેન વોર્નના અચાનક નિધન બાદ હવે તેમના પરિવાર તરફથી ચોંકાવનારો દાવો સામે આવ્યો છે. તેમના પુત્ર જેક્સએ પિતાના મૃત્યુને લઈને કોવિડ રસી અંગે સવાલો ઊભા કરી મોતનું કારણે કોવિડ રસીને જવાબદાર ગણાવી છે.
શેન વોર્નના નિધનને ચાર વર્ષ બાદ તેમના પુત્ર જેક્સને દાવો કર્યો છે કે આ દિગ્ગજ સ્પિનરના મૃત્યુ પાછળ કદાચ કોવિડના `ત્રણ કે ચાર’ રસીકરણ જવાબદાર હોઈ શકે છે, જે તેમને કામ માટે મજબૂરીમાં લેવા પડ્યા હતા.
જેક્સએ એક પોડકાસ્ટમાં પોતાના પિતાની તબિયત સંબંધિત સમસ્યાઓનો પણ સ્વીકાર કર્યો હતો. વોર્નનું વર્ષ 2022માં થાઈલેન્ડમાં હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું. જેક્સએ કહ્યું, `મને પાક્કું લાગે છે કે તેમાં કોવિડ રસીનો પણ હાથ હતો. હવે આ વાત કહીએ તો કોઈ વિવાદ ઉભો થશે એવું મને લાગતું નથી. હા, પપ્પાને પહેલાથી જ કેટલીક સ્વાસ્થ્યને લાગતી સમસ્યાઓ હતી, પરંતુ રસી લીધા બાદ તે વધુ ગંભીર બની ગઈ.’
તેમણે વધુમાં જણાવ્યું, જ્યારે મને તેમના નિધનની ખબર મળી અને મેં ફોન મૂક્યો, ત્યારે મેં તરત જ સરકારને દોષ આપ્યો. મેં તરત જ કોવિડ અને રસીને જવાબદાર ગણાવી.

