Mumbai,તા.15
Sachin Tendulkar તેના પરિવાર સાથે પ્રાઇવેટ ફ્લાઇટમાં ક્રિકેટ રમતા જોવા મળ્યા હતા. 53 વર્ષીય ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેનએ શુક્રવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ ઘટનાનો 31 સેકન્ડનો વીડિયો શેર કર્યો હતો.
તેમણે લખ્યું હતું કે, `ઊંચાઈ ગમે તેટલી હોય, વલણ બદલાવું જોઈએ નહીં.’ આ વીડિયોમાં, સચિન તેની પુત્રી સારા તેંડુલકર અને પુત્રવધૂ સાનિયા ચાંડોક સાથે ક્રિકેટ રમતા જોવા મળે છે, જેમાં તે બેટ ઊંધું રાખીને બોલિંગ કરી રહી છે.
સાનિયા બોલિંગ કરી રહી છે, જ્યારે સારા તેના એક બોલ પર સચિનને કેચ કરી રહી છે. ત્યારબાદ ત્રણેય હસતા અને હળવાશભર્યા ક્ષણનો આનંદ માણતા જોવા મળે છે.

