Veraval તા.17
વેરાવળના નાગરિક ને તમે ગૂગલ-ક્રોમ ઉપર પોર્ન વિડીયો જોવો છે તમારા વિરુદ્ધમાં દિલ્હી ક્રાઇમ બ્રાંચમાં એફ.આઈ.આર. નોંધાયેલ છે તેમ જણાવી ડીઝીટલ એરેસ્ટ કરતા હોવાથી પોલીસે બચાવી સાયબર ક્રાઇમનો ભોગ બનતા અટકાવેલ છે અને આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
વેરાવળ સીટી પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન.ગઢવી એ સાયબર ફ્રોડની બનાવો બનતા અટકાવવા અંગેની તપાસ માટે સીધી દેખરેખ હેઠળ ટીમની રચના કરવામાં આવેલ જેમાં વેરાવળ ખાતે તા.13/04/2026 ના એક અરજદાર આવેલ અને જણાવેલ કે, પોલીસ ના યુનિફોર્મ વાળા વોટ્સએપ ડી.પી. ઉપરથી કોઇ અજાણ્યા નંબર પરથી ફોન વારંવાર આવે છે અને તે વ્યક્તિ અરજદારને જણાવે છે કે, તમે ગૂગલ-ક્રોમ ઉપર પોર્ન વિડીયો જોવો છો તમારા વિરુદ્ધમાં દિલ્હી ક્રાઇમ બ્રાંચમાં એફ.આઈ.આર. નોંધાયેલ છે.
જેમાં તમને એરેસ્ટ કરવાના છે. વિગેરે હકીકત જણાવી ફોટોગ્રાફસ મોકલી અરજદારને ડીઝીટલ એરેસ્ટ કરવાની ધાક-ધમકી આપી ડર ઉભો કરેલ અને ડીજીટલ એરેસ્ટથી બચવા માટે રૂા.5000 ની માંગણી કરતા અરજદાર ગભરાઇ જઇ સામાવાળા ફ્રોડ વ્યક્તિના એકાઉન્ટમાં રૂા.5,000 નાખી દીધેલ હોય જે બાદ સામાવાળા ફ્રોડ વ્યક્તિ અરજદારને વધુ ડરાવી વધુ પૈસાની માંગણી કરતા હોય જેથી અરજદાર વેરાવળ પોલીસ સ્ટેશન આવી સમગ્ર હકીકત જણાવતા સીટી પોલીસ ની સાયબર ક્રાઇમ ટીમ દ્વારા અરજદાર ને સાયબર ફ્રોડ થી બચવા અંગે જરૂરી માર્ગદર્શન આપી અને તેના માનસિક રીતે યાતના માંથી કાઢી તેની સાયબર ફોર્ડ અંગેની ફરીયાદ તાત્કાલિક નોંધી સામાવાળા ફોડ વ્યક્તિનું એકાઉન્ટ ફ્રીઝ કરાવી ત્વરીત ઘટતા પગલા લઇ રૂા.5 હજાર રીફંડ કરાવવા અને ડીઝીટલ એરેસ્ટનો ભોગ બનતા અટકાવે સાયબર ફોર્ડ થવાથી બચાવવાની કામગીરી કરી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

