Mumbai,તા.18
આઈપીએલની આ સીઝનમાં ટીમોએ અત્યાર સુધીમાં ત્રણ વખત પાવરપ્લેની અંદર જ 90 પ્લસ ટોટલ બનાવી દીધું છે. માત્ર 2024ને બાદ કરીએ તો, કોઈપણ સીઝનમાં ટીમોએ આવી વિસ્ફોટક શરૂઆત કરી નથી.
આ ત્રણમાંથી એક વાર સનરાઈઝર્સ હૈદરાબાદે પહેલાં છ ઓવરમાં જ 105/0નો આંકડો સ્પર્શ્યો. રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સે અનુક્રમે 97/1 અને 93/0નું ટોટલ બનાવ્યું. શરૂઆતની છ ઓવરમાં તાબડતોબ રન બનાવી રહેલી આ ટીમો વચ્ચે એક વાત કોમન છે, તે એ કે પાવરપ્લેમાં જ ઘણા રન બનાવવાનું કામ તેમનાં ડાબા હાથનાં બેટર કરી રહ્યાં છે.
આ સીઝન પાવરપ્લેમાં ઓછામાં ઓછા 25 બોલ રમ્યા પછી ટોપ-5 હાઈએસ્ટ સ્ટ્રાઈક રેટ વાળા બેટર્સની વાત કરીએ તો તેમાં ટોપ-4 લેફ્ટી છે. લિસ્ટમાં પહેલા જમણા હાથના બેટ્સમેન સરફરાઝ ખાન છે, જે પાંચમા નંબર પર છે.
પાવરપ્લેમાં `બેસ્ટ સ્ટ્રાઈક રેટ’ ધરાવતાં ખેલાડીઓ
આ યાદીમાં પ્રથમ ક્રમે રાજસ્થાન રોયલ્સ (RR)ના વૈભવ સૂર્યવંશી છે, જેમણે 66 બોલમાં 179 રન બનાવ્યા છે. તેમનો હાઈએસ્ટ સ્કોર 78 છે અને સ્ટ્રાઈક રેટ 271.2 છે. બીજા ક્રમે પંજાબ કિંગ્સના પ્રિયાંશ આર્યા છે, જેમણે 37 બોલમાં 97 રન બનાવ્યા છે. તેમનો હાઈએસ્ટ સ્કોર 57 છે અને સ્ટ્રાઈક રેટ 262.2 છે.
ત્રીજા ક્રમે સનરાઈઝર્સ હૈદરાબાદના અભિષેક શર્મા છે, જેમણે 47 બોલમાં 107 રન બનાવ્યા છે. તેમનો હાઈએસ્ટ સ્કોર 74 છે અને સ્ટ્રાઈક રેટ 227.7 છે. ત્યારબાદ રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂના દેવદત્ત પડિક્કલ છે, જેમણે 27 બોલમાં 57 રન બનાવ્યાં છે, જેનો હાઈએસ્ટ સ્કોર 61 છે અને સ્ટ્રાઈક રેટ 211.1 છે. અંતે, ચેન્નાઈ સુપર કિંગ્સના સરફરાજ ખાન છે, જેમણે 32 બોલમાં 65 રન બનાવ્યાં છે, જેમનો હાઈએસ્ટ સ્કોર 50 છે અને સ્ટ્રાઈક રેટ 203.1 છે.

