Ahmedabad,તા.18
શુક્રવારે ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઈટ રાઇડર્સ વચ્ચે IPL 2026 ની મેચ દરમિયાન જય શાહ અને સૌરવ ગાંગુલીએ દિલ જીતી લીધા હતા. તેઓ VIP બોક્સમાં નહોતા પરંતુ સામાન્ય લોકો વચ્ચે સ્ટેન્ડમાં બેઠા જોવા મળ્યા હતા.
આ મેચ ગુજરાત અને KKR વચ્ચે રમાઈ હતી. સામાન્ય રીતે, વરિષ્ઠ અધિકારીઓ અને ભૂતપૂર્વ ખેલાડીઓ VIP જગ્યાએ બેસે છે, પરંતુ દર્શકો વચ્ચે બેઠેલા જય શાહ અને સૌરવ ગાંગુલીની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઈ રહી છે. લોકો આને “VIP કલ્ચર” થી દૂર રહેવાનું એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું.

