Veraval તા.21
વેરાવળના ભીડીયા વિસ્તારમાં રહેતા વૃધ્ધ મહીલા પાસે ઉના ના એક શખ્સે આવી અમોદ્દા મસાણ ની જગ્યામાંથી અબજો રૂપિયાની હીરા માણેક સોનું કાઢી આપવાની લાલચ આપી તાંત્રિક વિધિના બહાને રૂા.76,66,645 ની ઠગાઈ કરતા બે આરોપીઓ સામે ગુનો નોધી પોલીસે તપાસ હાથ ધરેલ છે.
આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત માહીતી મુજબ ભીડીયા પ્લોટ વિસ્તારમાં રહેતા વૃધ્ધ વિજયાબેન દામજીભાઈ ચોરવાડી ઉ.62 એ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ કે, પારીવારીક સંબંધ ધરાવતા ઉના રહેતા આરીફ ગફાર ઉર્ફે ભરો વરીવાળી 2024 ના જાન્યુઆરી મહીનામાં મોટરકાર લઈને ઘરે આવેલ અને કહેલ કે અંધારી તાંત્રીક મને મળેલ હોવાનું જણાવેલ અને અમોદ્દા મસાણે સાથે બેસાડી કહેલ કે મારી પાસે અંધોર શકિત છે
.મારી મૃત્યુ નજીક હોય મસાણ નજીક જમીન માં અબજો રૂપીયાના હીરા માણેક સોનું દેખાતું હોય મારે તને આપી ને મરવું છે તેના માટે તાંત્રીક વીધી કરવી પડશે જેથી જે તે વખતે મે આરોપીની કહેલ કે આજના જમાના માં આવું શકય નથી.
આરોપીએ જણાવેલ કે મને અંધોરી ઉપર વિશ્વાસ છે જે જરૂર કરી આપશે પણ સોનાની વસ્તુ રૂપીયા આપવા પડશે તેમ કહી વિશ્ર્વાસમાં લીધેલ હતા થોડાક દિવસ બાદ ફોન ઉપર કહેલ કે અંધોરી બાબા આવેલ છે તે મને બેસાડીને લઈ ગયેલ ત્યારે અંધોરી બાબા મળેલ હતા.
તેમને હીન્દી માં કહેલ કે તુમારા સબ કામ હો જાએગા આરીફભાઈ જેસા બોલે તેસા કરના હે જેથી મને વિશ્વાસ બેસી ગયેલ બે દિવસ બાદ અંધોરી વીધી કરવાની સામ્રગી માંગાવેલ તેમાં રોકડા રૂા.25 લાખ તેમજ સોનાના ત્રણ નાગ 115 ગ્રામ ના બનાવવાનું જણાવેલ ત્યારબાદ બીજા બે નાગ રૂા.11,95,000 ના થોડા દિવસો બાદ અંધોરી બાબા એ એક ખોડીયાર માતા ની મૃતિ શ્રૃંગાર માં ચેઈન, બુટી, વીટી, પેડલ સોનાના તથા ચાંદીના સાકળા થાળી ચડાવવાની છે આ વીધી મસાણે કરવાની છે અંધોરી બાબા હવન કરશે હું તમને બોલાવું એટલી આવી જાજો એટલે સોનાના ચરૂ, હીરા, માણેક જમીન માંથી નિકળશે જેમાં આપણા બન્નેનો ભાગ રહેશે.
2024 થી 2025 સુધી રૂા.76,66,645 તાંત્રીક વીધી ના બહાને ઠગાઈ કરી ગયેલ હોય ઘણા દિવસો ફોન ન આવતા શંકા જતા ફોન કરતા અલગ અલગ બહાના બતાવતા હોય જેથી રોકડા રૂપીયા દાગીના પરત આપવાનું કહેતા આરીફ ઉર્ફે ભુરો એકદમ ઉશ્કેરાઈ જઈ મને કહેલ કે જો હવે મને ફોન કરશો તો ટાટીયા તોડી આતરડા બહાર કાઢી આપી દઈશ બધુ ભુલી જજો તમને કંઈ મળશે નહી તારા થી થાય તે કરી લેજે તેમ કહેતા પોલીસમાં જાણ કરતા ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે.

