Jamnagar તા.21
જામનગર શહેરના નાનકપુરી વિસ્તારમાંથી પોલીસે જાહેરમાં ગંજીપાનાનો જુગાર રમી રહેલ પાંચ મહિલાને ઝડપી પાડી હતી. પોલીસે 11 હજાર ઉપરાંતની રોકડ કબ્જે કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સિટી એ ડિવિઝન પોલીસે શહેરના નાનકપુરી વિસ્તારમાં જાહેરમાં ગંજીાપાનાનો જુગાર રમી રહેલાં કીરણબેન (રહે. જામનગર), જોશનાબેન (રહે. જામનગર), પુષ્પાબેન (રહે. જામનગર), સવીતાબેન (રહે. જામનગર), અસ્મીતાબેન (રહે. જામનગર) નામના પાંચ મહિલાને રૂા.11250 ની રોકડ સાથે ઝડપી લીધા હતાં. પોલીસે તમામ સામે જુગારધારાની કાર્યવાહી હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

