Surendranagar, તા.22
સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી તા. 26/04/2026ના રોજ યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણીઓ-2026 અન્વયે વહીવટી તંત્ર દ્વારા પારદર્શી મતદાન પ્રક્રિયા માટે જરૂરી તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન મતદાન મથકો પર શિસ્ત અને નિયમોનું ચુસ્ત પાલન થાય તે હેતુથી જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી જી.એચ.સોલંકી દ્વારા મતદાન એજન્ટો તેઓની ઈલેક્ટોરલ રોલની માક્ર્ડ કોપી મતદાન બૂથની બહાર લઈ જઈ ન શકે તે માટે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
આ જાહેરનામા મુજબ, મતદાનના દિવસે મતદાનના કલાકો દરમિયાન કોઈપણ મતદાન એજન્ટ તેઓની પાસે રહેલી ઈલેક્ટોરલ રોલની માર્કડ કોપી કોઈપણ સંજોગોમાં મતદાન બૂથની બહાર લઈ જઈ શકશે નહીં.
વધુમાં, કોઈપણ મતદાન એજન્ટ પોતાની પાસેની આ માક્ર્ડ કોપી પ્રિસાઈડિંગ ઓફિસરને સુપ્રત કર્યા સિવાય મતદાન બૂથની બહાર જઈ શકશે નહીં. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ-223 હેઠળ સજાને પાત્ર થશે.

