Surendranagar, તા.22
સુરેન્દ્રનગરમાં હુમલાની ઘટનાઓ સતત વધતી જઈ રહી છે સામાન્ય બાબતે પણ હુમલાઓ થઈ રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના દેવસર ગામે રાજાવડ જવાના રોડ ઉપર શૈલેષભાઈ છનાભાઈ વાઘેલા ઉપર હુમલા ની ઘટના સામે આવી છે અગાઉ સમૂહ લગ્નમાં થયેલ માથાકૂટનો ખાર રાખી અને ચાર જેટલા ઇસમો દ્વારા બોલાચાલી કર્યા બાદ માર મારવામાં આવ્યો છે.
ફેક્ચર કરી નાખવામાં આવતા તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. શૈલેષભાઈ છનાભાઈ વાઘેલા પોતે પોતાનું ટ્રેક્ટર લઈ અને ઘર તરફ આવી રહ્યા હતા તે દરમિયાન કાર્તિકભાઈ લાખાભાઈ ભરવાડ રમેશભાઈ રાજાભાઈ ભરવાડ યોગેશભાઈ રામાભાઇ ભરવાડ અને રામાભાઇ ભરવાડ તમામ રહે રાજાવાડ તાલુકો ચોટીલા વાળા દ્વારા તેમને ઉભા રાખવામાં આવ્યા હતા અને બોલાચાલી કરવામાં આવી હતી ત્યારે શૈલેષભાઈ છનાભાઈ વાઘેલા દ્વારા આ બાબતે કાંઈ પણ બોલ્યા વગર પોતાના ઘરે ટ્રેક્ટર લઈ અને જતા રહ્યા હતા.
પરંતુ ત્યારબાદ ગામમાં આવેલ દિલકેશભાઈ મેસરિયા ની દુકાન પાસે કોઈ કામથી શૈલેષભાઈ છનાભાઈ વાઘેલા આવેલા અને ત્યારબાદ ફરી બોલાચાલી કરી અને સમુહ લગ્નના ઝઘડા નું મન દુઃખ રાખી અને તે દિવસે તો સમૂહ લગ્નમાં બધા હતા.
એટલે તું બચી ગયેલ પણ આજે તને જીવતો નથી જવા દેવો તેમ કહી અને હુમલો કર્યો હતો કુંડલી વાળી લાકડી વડે હુમલો કરવામાં આવતા શૈલેષભાઈના ડાબા હાથે ઘા મારવામાં આવતા ફેક્ચર થઈ ગયું હતું અને આ અંગે ઢીકા પાટુનો પણ માર મારવામાં આવ્યો હતો ત્યારે ચોટીલા પોલીસને આ બાબતની જાણ કરવામાં આવી છે અને ઇજાગ્રસ્ત શૈલેષભાઈ ને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડી અને પોલીસે પણ વધુ તપાસ શરૂ કરી છે.

