Rajula તા.23
રાજુલા તાલુકાના ભાક્ષી ગામે એક યુવાન ઉપર ત્રણ જેટલા શખ્સોએ હથીયારોથી હુમલો કરી યુવાનને મરણતોલ મારતા યુવાનનું મોત થતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ બનાવની મળતી વિગત મુજબ રાજુલાના ધારેશ્વર ગામે રહેતા દિનેશભાઈ ટભાભાઈ સોલંકી કોઈ કામ સબબ ભાક્ષી ગામે ગયા હતા ત્યારે રાજેશ ગુણાભાઈ સોલંકી, તુલસી ભનુભાઈ સોલંકી રે. ધારેશ્વર અને કેશવ રે. માંડરડીએ અગાઉના મનદુ:ખ બાબતે જીવલેણ હુમલો કરતા ગંભીર ઈજાથી દિનેશ સોલંકીનું મોત થયુ હતું.
હત્વરનર કારણમાં મરનારને ભનુભાઈની દીકરી સાથે પ્રેમ સંબંધ હોય એક વર્ષ પહેલા મોરબીથી ભગાડી ગયેલ હોય જે વાતનું મનદુ:ખ રાખી જીવલેણ હુમલો કરતા દિનેશભાઈનું મોત થયાની વિગતો ખુલતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બનાવની જાણ થતા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ લાશને પીએમ માટે મોકલી હત્યા કરી નાસી જનાર આરોપીને ઝડપી લેવા તપાસ આગળ ધપાવી છે. નાના એવા ભાક્ષી ગામે બનાવના પગલે સન્નાટો છવાયો છે.

