Veraval તા.27
વહેલી સવારે સાત વાગે મતદાન કેન્દ્ર ખુલતા જ લોકોએ કતાર બંધ લાઈનમાં ઊભી પોતાનો કિંમતી મત આપ્યો હતો બપોરના કાળઝાળ ગરમી સમયે મતદાન કેન્દ્રોમાં પાંખી હાજરી રહી હતી જે બપોર બાદ મતદારોનો સમૂહ ઊમટી પડ્યો હતો.
મતદાનના મહત્વને સમજી મોટી ઉંમરના વૃદ્ધ-વૃદ્ધા. દિવ્યાંગો તેમજ દૂર દૂરના સ્થળોએથી પોતાનો કિંમતી મત આપવા આવ્યા હતા કેટલાક પ્રસંગોમાં નવ પરણિત વરરાજાએ મતદાન કરી પછી પ્રભુતા માં પગલા પાડ્યા હતા અને અસહાય અપંગ દિવ્યાંગોને કેટલાક પ્રસંગોમાં પોલીસ તંત્રે દેવદૂત બની તેનો સહારો આપી મતદાન કેન્દ્રમાં મદદરૂપ બન્યા હતા.
ગીર સોમનાથ જિલ્લામાં આજે જિલ્લા પંચાયત.તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી યોજાયેલ હતી આજરોજ યોજાયેલ ચૂંટણીમાં ઉમેદવારોનું ભાવિ ઇવીએમ કેદ થયું છે જેનું પરિણામ તારીખ 28 એપ્રિલે આવશે.
આજે યોજાયેલ મતદાનમાં તાલાળા ના ધારાસભ્ય ભગવાનભાઈ બારડે બાદલપરા ખાતે તેમજ પૂર્વક કેબિનેટ મંત્રી જશાભાઇ બારડ તથા અજય બારડ ,ઉદય શાહ ગોવિંદભાઈ પરમાર માનસિંગ પરમાર તથા દિનેશ બામણીયા મોટાકોળી વાળા પટેલ મતદાન કરી લોકશાહીની ફરજ નિભાવી હતી.

