Jamnagar, તા. ર7
જામનગર જિલ્લામાં જિલ્લા પંચાયતની 23 બેઠકો માટેની ચૂંટણી અંતર્ગત મતદારોમાં લોકશાહીના પર્વ પ્રત્યે નોંધપાત્ર ઉત્સાહ જોવા મળ્યો છે. સાંજે 6 વાગ્યા સુધી જિલ્લામાં કુલ 5,04,071 મતદારોમાંથી કુલ 62.17 ટકા મતદાન દર્શાવે છે.
પુરૂષ મતદારોમાં 66.96 ટકા જ્યારે મહિલા મતદારોમાં 56.95 ટકા મતદાન નોંધાયું છે, જે પુરુષોની સરખામણી એ મહિલાઓ માં થોડું ઓછું નોંધાયું છે. કુલ મળી ને જિલ્લામાં મતદારોમાં શાંતિપૂર્ણ અને ઉત્સાહભેર મતદાન થયાનું ચિત્ર સામે આવ્યું છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ યથાવત રાખવામાં આવી હતી અને મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થતાં તંત્ર અને રાજકીય પક્ષો એ રાહત ના શ્વાસ લીધો છે. હવે મંગળવાર તારીખ 28ના મતગણતરી હાથ ધર્યા પછી જિલ્લા પંચાયતમાં સત્તાનું શું કામ કોણ સંભાળે છે તેનું ચિત્ર સ્પષ્ટ થશે.
જામનગર જિલ્લા પંચાયતની 24 બેઠકો પૈકી એક બેઠક પીઠડની થઈ હતી જ્યારે રવિવારના રોજ 23 બેઠકો ઉપર મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં સાંજે છ વાગ્યે પૂર્ણ થયું હતું જેમાં સૌથી વધુ મતદાન અલીયાની બેઠક ઉપર 95.10 ટકા થયું હતું અને સૌથી ઓછું મતદાન મોરકંડાની બેઠક ઉપર 50.57 ટકા થયું હતું
આમ જામનગર જિલ્લા પંચાયતની બેઠક વાઇસ જોઇએ તો મતદાન ઉપર એક નજર કરીએ તો આમરાની બેઠક ઉપર 55.87 ટકા મતદાન અલીયાની બેઠક ઉપર 95.10 ટકા મતદાન બેનની બેઠક ઉપર 63.26 ટકા મતદાન ભણગોરની બેઠક ઉપર 69.01 ટકા મતદાન થયેલાની બેઠક ઉપર 64.62 ટકા મતદાનની બેઠક ઉપર 54.63 ટકા મતદાન જોતાપરની બેઠક ઉપર 58.82 ટકા મતદાન રીંગણીની બેઠક ઉપર 58.04 ટકા જોડીયાની બેઠક ઉપર 64.86 ટકા મતદાન ખંડેરાની બેઠકો પર 57.98% મતદાન કરેલી બેઠક ઉપર 98.91 ટકા મતદાન ખારવાની બેઠક ઉપર 66.87 ટકા મતદાનની બેઠક ઉપર 60.59 ટકા મતદાન લાલપુરની બેઠક ઉપર 64.08 ટકા મતદાન જાતિ પરની બેઠક ઉપર 58.74 કંડાની બેઠક ઉપર 50.57 ટકા મતદાન નવાગામ ની બેઠક ઉપર 70.60 ટકા મતદાન નિકાવા ની બેઠકો પર 59.08 ટકા મતદાન પીપરટોડા ની બેઠક ઉપર 59.99 ટકા મતદાન શેઠ વડાણા ની બેઠક ઉપર 59.82 ટકા મતદાન અને સિંગત ની બેઠક ઉપર 74.8% મતદાન થયેલ છે આમ જામનગર જિલ્લામાં એકંદરે સરેરાશ જોઈએ તો સાંજે છ વાગ્યા સુધીમાં 62.17 ટકા મતદાન થયેલ છે
જામનગર જિલ્લાની છ તાલુકા પંચાયતની 107 બેઠક માટે 62.29 ટકા જેટલું સરેરાશ મતદાન થયું છે. ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન ની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ છે. જામનગર જિલ્લાની છ તાલુકા પંચાયત જેમાં જામનગર કાલાવડ લાલપુર જામજોધપુર ધ્રોલ અને જોડિયાની ફૂલ 112 બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
આ પછી પાંચ બેઠકો બિનહરી થતા 107 બેઠકો માટે આજે મતદાન યોજાયુ હતું .સવારે સાત વાગ્યાથી ધીમી ગતિ એ મતદાનનો પ્રારંભ થયો હતો જે સાંજે 6 વાગ્યા ચાલુ રહ્યું હતું . જેમાં બપોરે ગરમી ન કારણે બે કલાક સુધી મતદારો નો ઘસારો ઓછો જોવા મળ્યો હતો.
જિલ્લા પંચાયતમાં કુલ 2,62,985 પુરુષ અને 241086 મહિલા મતદારો નોંધાયા છે.જેમાં થી આજે કુલ 3,13,404 મતદારો એ પોતાના મતાધિકારના ઉપયોગ કરતા 62.29 ટકા મતદાન થયુ હતું આમ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થયું છે. હવે મંગળવારે મતગણતરી કરવામાં આવશે.

