Surat,તા.૨૭
સુરતના વરાછા વિસ્તારમાં આવેલી એસબીઆઈ બેંકમાં સનસનીખેજ લૂંટનો બનાવ બન્યો છે. ૪ આરોપીઓ દ્વારા બંદૂકની અણીએ લૂંટ ચલાવવામાં આવી હતી. અંદાજિત ૫૦ લાખની લૂંટ કરવામાં આવી છે.
આજે બપોરના સમયે બેકમાં કોઈ ગ્રાહકો હાજર ન હતા, અને માત્ર કર્મચારીઓ જ હતા, તે સમયે લૂંટારુઓ બેંકમાં ઘૂસ્યા હતા, અને લૂંટને અંજામ આપી હતી. હાલ બેંકમાં લૂંટને પગલે સુરત પોલીસ દોડતી થઈ છે. સુરતના વરાછા વિસ્તારમાં ધોળા દિવસે એક મોટી લૂંટની ચોંકાવનારી ઘટના સામે આવી છે. વરાછા વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની શાખામાં ચાર આરોપીઓએ બંદૂકની અણીએ લૂંટ ચલાવી છે. હથિયારધારી લૂંટારુઓએ બેન્કમાં ઘૂસીને અંદાજે ૫૦ લાખ રૂપિયાની લૂંટ ચલાવી છે. આ ઘટના બપોરના સમયે બની છે. જ્યારે આ લૂંટની ઘટના બની ત્યારે બેન્કમાં ગ્રાહકો હાજર ન હતા. બેન્કમાં માત્ર કર્મચારીઓ જ હાજર હતા. સમગ્ર ઘટનાને પગલે પોલીસ દોડતી થઈ છે.
મળતી માહિતી અનુસાર, સુરતના વરાછા વિસ્તારમાં ધોળા દિવસે બપોરના સમયે અજાણ્યા ૪ લૂંટારુઓ હથિયારો સાથે બેન્કમાં ઘૂસી આવ્યા હતા. લૂંટારુઓએ બેન્કમાં હાજર કર્મચારીઓને બંદૂકની અણીએ ધમકાવીને બંધક બનાવી દીધા હતા. લૂંટારુઓએ બેન્કના કર્મચારીઓેને બંધક બનાવીને આશરે ૫૦ લાખ રૂપિયાની રોકડ રકમની લૂંટ ચલાવી હતી. બંદૂકની અણીએ લૂંટને અંજામ આપ્યા બાદ ચારેય લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો છે. હાલ તો બેન્ક તથા આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ મેળવી લૂંટારુઓની ઓળખ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પોલીસે અલગ-અલગ ૭ ટીમો બનાવીને લૂંટની તપાસ હાથ ધરી છે. પોલીસે શહેરભરમાં નાકાબંધી કરી લૂંટારુઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

