Rajkotતા.૨૨
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં આજે ૧૨મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનિલ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ૨૦૨૬ની થીમ ‘‘સ્વસ્થ વૃદ્ધાવસ્થા માટે યોગ છે. ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા માર્ગદર્શિકા અનુસાર, રાજકોટ સ્થિત કોઠી કમ્પાઉન્ડ રેલવે ક્રિકેટ સ્ટેડિયમ ખાતે સવારે ૬૦૦ થી ૭૫૦ વાગ્યા સુધી યોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની શરૂઆત વંદે માતરમ્? સાથે થઈ હતી.
વિશ્વ પ્રસિદ્ધ પતંજલિ યોગ સમિતિ, રાજકોટ કેન્દ્રના યોગ પ્રશિક્ષકો શ્રી ગોપાલ શર્મા અને શ્રી કિશોરભાઈ રાઠોડ તેમજ તેમની ટીમની દોરવણી હેઠળ રેલવેના અધિકારીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારોને આયુષ મંત્રાલય દ્વારા નિર્ધારિત કોમન યોગ પ્રોટોકોલ અંતર્ગત વિવિધ યોગાશન, પ્રાણાયામ અને ધ્યાન સંબંધિત અભ્યાસ કરાવવામાં આવ્યા હતા.
આ પ્રસંગે રાજકોટના ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી ગિરિરાજ કુમાર મીનાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, યોગાશન, પ્રાણાયામ અને ધ્યાનને દૈનિક જીવનનો હિસ્સો બનાવવો જોઈએ અને પોતાના પરિવારજનોને પણ આ માટે પ્રેરિત કરવા જોઈએ, જેથી દરેક વ્યક્તિ માનસિક અને શારીરિક રીતે નિરોગી અને સ્વસ્થ રહી શકે.

