Jamnagar તા.1
ટ્રકના અકસ્માતના ખોટા કારણોસર કલેઇમ રદ કરનાર વીમા કંપની વિરુદ્ધ રૂ.1967486ની કલેઈમ ની રકમ મેળવવા ગ્રાહક સુરક્ષા કમિશનમાં ફરિયાદ દાખલ કરેલ હતી.જેમાં વીમા કંપનીના અધિકારીઓને હાજર રહેવા હુકમ કરેલ હતો.
જામનગરમાં હરવિજયસિંહ પ્રવીણસિંહ ચુડાસમા રહે છે તેઓએ અકમાત સમયે પોતાના વાહનોને રક્ષણ મળી રહે તે માટે રોયલ સુન્દરમ જનરલ ઇન્સ્યોરંશ કંપની પાસેથી વીમા પોલીસી મેળવેલ. જે વિમા પોલીસીનો સમયગાળો અસ્તિત્વમાં હોય તે દરમ્યાન હરવિજયસિંહ ના ડ્રાયવરો બે ટ્રક લઇ પીપળી થી ફેદરા મોહરમ ભરવા માટે જતા હોયતે સમયે પીપળીથી કામળીયા તરફ ચારેક કી.મી. દુર પહોચેલ.
ત્યારે આગળ જતા ટ્રક દ્વારા અચાનક બે્રક મારતા હરવિજયસિંહના બન્ને ટ્રક આગળ જતા ટ્રક માં પાછળથી ભટકાઈ ગયેલ અને અકસ્માત થયેલ અને બન્ને ટ્રક માં ખુબજ નુકશાન થયેલ. જે અંગેની જાણ હરવિજયસિંહ દ્વારા રોયલ સુન્દરમ જનરલ ઇન્સ્યોરંશ કંપની ને કરવામાં આવેલ, અને જરૂરી ડોકયુમેન્ટ સાથે નુકશાની એક ટ્રકનો રૂ.1100964/- તથા બીજા ટ્રકનો રૂ.866522/- ના બે કલેઇમ રજુ કરવામાં આવેલ.
પરંતુ વિમા કંપની દ્વારા હરવિજયસિંહ ના બન્ને કલેઇમ ની રકમ ચૂકવવાને બદલે ખોટા કારણો ધરી અને બન્ને ટ્રકના કલેઈમ રદ કરવામાં આવેલ. જેથી હરવિજયસિંહ દ્વારા તેમના વકીલ મારફત વીમા કંપની વિરુદ્ધ એક ટ્રકનો રૂ.1100964/- તથા બીજા ટ્રકનો રૂ.866522/- ની નુકશાની ક્લેઇમની રકમ મેળવવા ગ્રાહક સુરક્ષા કમિશનમાં માં અલગ અલગ બે ફરિયાદ દાખલ કરવામાં આવેલ.
જે ફરિયાદ ધ્યાને લઇ જામનગર જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશનનાં પ્રમુખ પી.સી.રાવલ તથા સભ્ય એચ.એસ.દવે, સભ્ય જે.એચ.મકવાણા દ્વારા રોયલ સુન્દરમ જનરલ ઇન્સ્યોરંશ કંપની ના જવાબદાર અધિકારીને તાત્કાલિક હાજર થવા હુકમ કરવામાં આવેલ છે. ફરિયાદી તરફે વકીલ મયુર ડી. કટારમલ રોકાયેલા છે.

